For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીર મુદ્દે ભારતે ટ્રમ્પને કહ્યુ, ‘તમારી જરૂર નથી, માત્ર પાકિસ્તાન સાથે થશે ચર્ચા'

ભારતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કાશ્મીર મધ્યસ્થતા પર કરવામાં આવેલી રજૂઆતને ધરમૂળથી ફગાવી દીધી છે.

|
Google Oneindia Gujarati News

ભારતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કાશ્મીર મધ્યસ્થતા પર કરવામાં આવેલી રજૂઆતને ધરમૂળથી ફગાવી દીધી છે. થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં આસિયાન દેશોના સંમેલનમાં વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકી સમકક્ષ માઈક પોપેયો સાથે મુલાકાતમાં આ વાત એકદમ સ્પષ્ટ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે ટ્રમ્પે એક વાર ફરીથી કાશ્મીર પર મધ્યસ્થતાની રજૂઆત કરી. ગુરુવારે વ્હાઈટ હાઉસમાં રિપોર્ટર્સ સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યુ કે જો ભારત ઈચ્છે તો તે આ મુદ્દાને ઉકેલવામાં મદદ કરી શકે છે પરંતુ બધુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિર્ભર છે.

માત્ર પાકિસ્તાન સાથે થશે વાતચીત

વિદેશ મંત્રી એસ જયશંકરે શુક્રવારે ટ્વીટ કરીને ભારતના વલણ વિશે જણાવ્યુ. તેમણે લખ્યુ, ‘મે મારા સમકક્ષને આજે સવારે સ્પષ્ટ રીતે જણાવી દીધુ છે કે કાશ્મીર પર કોઈ પણ પ્રકારની વાતચીતની જરૂર હશે તો તે માત્ર પાકિસ્તાન સાથે જ થશે અને માત્ર દ્વિપક્ષીય વાતચીત જ હશે.'

ટ્રમ્પે ફરીથી કર્યો કાશ્મીરનો ઉલ્લેખ

ટ્રમ્પે ફરીથી કર્યો કાશ્મીરનો ઉલ્લેખ

ડોનાલ્ડ ટ્રમ્પે આ નિવેદન ગયા સપ્તાહે ઈમરાન ખાન સાથે થયેલી મુલાકાતનો ઉલ્લેખ કરીને આપ્યુ જ્યારે તેમણે ઈમરાન સામે કાશ્મીર પર મદદની રજૂઆત કરી હતી. ટ્રમ્પ તરફથી કરવામાં આવેલી મદદની રજૂઆતને ભારતે ધરમૂળથી ફગાવી દીધુ હતુ. સાથે જ એ સ્પષ્ટ કરી દીધુ કે કાશ્મીર મુદ્દે કોઈ પણ ત્રીજા દેશની મધ્યસ્થતા બિલકુલ સ્વીકાર્ય નથી.

આ પણ વાંચોઃ આટલા માટે અલગ થયા દીયા મિર્ઝા-સાહિલ, બંનેના જીવનમાં આવી ગયુ છે કોઈ ખાસ?આ પણ વાંચોઃ આટલા માટે અલગ થયા દીયા મિર્ઝા-સાહિલ, બંનેના જીવનમાં આવી ગયુ છે કોઈ ખાસ?

પીએમ મોદીના મદદ માંગવાનો દાવો

પીએમ મોદીના મદદ માંગવાનો દાવો

ટ્રમ્પે 22 જુલાઈના રોજ જ્યારે પાક પીએમ ઈમરાન ખાન સાથે વ્હાઈટ હાઉસમાં મુલાકાત કરી તો તેમણે કાશ્મીર પર નિવેદન આપ્યુ હતુ. ટ્રમ્પે કહ્યુ હતુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ તેમને આ મુદ્દાને ઉકેલવા માટે મધ્યસ્થતા કરવાની વાત કહી હતી. ટ્રમ્પના આ નિવેદન બાદ દેશભરમાં હોબાળો મચી ગયો. લોકસભા અને રાજ્યસભામાં પીએમ મોદી તરફથી નિવેદન જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. ટ્રમ્પના નિવેદન બાદ વિદેશ મંત્રાલય તરફથી અધિકૃત નિવેદન જાહેર કરવામાં આવ્યુ. વિદેશ મંત્રાલયએ એ વાતનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો કે પીએમ મોદી તરફથી કાશ્મીર મુદ્દાને ઉકેલવા માટે કોઈ પણ અનુરોધ અમેરિકી રાષ્ટ્રપતિને કરવામાં આવ્યો હતો. તે સમયે પણ વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કરી દીધુ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે બધા મુદ્દાઓને માત્ર દ્વિપક્ષીય રીતે ઉકેલવામાં આવી શકે છે.

English summary
India has replied to US President Donald Trump's offer and said that any discussion on Kashmir, if at all warranted, will only be with Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X