મોદીની ત્રણ દેશોની વિદેશ યાત્રા થઇ પૂરી, મોદીએ કોરિયાનો માન્યો આભાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રાનો આજે અંતિમ દિવસ છે. જે અંતર્ગત મોદી હાલ તે દક્ષિણ કોરિયાના જિમહાઇ જવા રવાના થયા. વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ.કોરિયાના સિયોલમાં કોરિયન કંપનીઓના સીઇઓ સાથે મુલાકાત કરી.
નરેન્દ્ર મોદી, હુંડાઇઈ કંપનીના ચેરમેન ચુંગ મોંગ ફૂ અને એલજીના વાઇઝ ચેરમેન બોન જૂન કૂને મળ્યા. તેમણે કોરિયાના CEOને ભારત આવવા આમંતિત્ર પણ કર્યા.
વધુમાં તેમણે ભારતીય સમુદાયના લોકોને પણ મળ્યા. અને એક રડતા બાળકને શાંત કર્યું. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ પ્રવાસની તમામ નાનામાં નાની અને મોટામાં મોટી ખબર મેળવવા માટે આ પેઝ પર રિફ્રેશ કરો અને જુઓ મોદીની વિદેશયાત્રા પર આ ફોટોસ્લાઇડર...

મોદી આજે ભારત પરત ફરવા નીકળ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ત્રણ દેશોની વિદેશ યાત્રા પૂરી કરી આજે ભારત પરત ફરવા નીકળ્યા. વધુમાં મોદીએ દ.કોરિયાને આ યાદગાર અને સફળ પ્રવાસ આપવા માટે કહ્યું થેક્યૂ.

મોદી: જહાજ નિર્માણ અમારી પ્રાથમિકતા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હ્યુન્ડાઇ હેવી ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન કીલ સિઓન ચોઈને મળ્યા જ્યાં તેમણે કહ્યું કે જહાજ નિર્માણ તેમની ટોપ પ્રોટોરીટિ છે.

હ્યુન્ડાઇ હેવી ઇન્ડસ્ટ્રીઝ શિપયાર્ડ પહોંચ્યા મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દ.કોરિયાના ઉલ્સનમાં હ્યુન્ડાઇ હેવી ઇન્ડસ્ટ્રીઝ શિપયાર્ડની મુલાકાત લીધી.

મોદી પહોંચ્યા જિમહાઇ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જિમહાઇ પહોંચ્યા અહીંથી તે ડ્રાઇવ કરીને દ.કોરિયાના ઔદ્યોગિક શહેર ઉલ્સાનની મુલાકાતે જશે.

મોદી ઐતિહાસિક શહેર જિમહાઇ ભણી
દક્ષિણ કોરિયાના ઐતિહાસિક શહેર અને સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ સર્ગીય રોહ મૂ-હ્યૂનના શહેર જિમહાઇ જવા ઉપડ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી.

મોદીની કોરિયાને ગીફ્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિન્દ્ર નાથ ટાગોરની કવિતા લખેલ હેન્ડ એમ્બ્રોડરીવાળું કાપડ દ.કોરિયાને ભેટમાં આપી. આ કવિતા અંગ્રેજી અને કોરિયન ભાષામાં છે.

મોદી: 21 જૂને બધા મળીને મનાવીએ "આંતરાષ્ટ્રિય યોગ ડે"
"ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયા ઇન દ.કોરિયા"ના કાર્યક્રમ વડાપ્રધાન મોદીએ 21મી જૂને આંતરાષ્ટ્રિય યોગ ડે પર કોરિયામાં પણ મોટે પાયે યોગના કાર્યક્રમ યોજવાની અહીંના લોકોને અપીલ કરી.

દ.કોરિયાના છાપામાં છવાયા મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ વિદેશ યાત્રાને દ.કોરિયાના તમામ મોટો છાપાઓના મુખ્ય પૃષ્ઠ પર કવર કરવામાં આવી.

હ્યુન્ડાઇ કંપનીના ચેરમેનને મળ્યા મોદી
દ.કોરિયામાં વડાપ્રધાન હુંડાઇ કંપનીના ચેરમેન ચુંગ મોંગ કૂને મળ્યા. વધુમાં તેમણે ઉલસનમાં આવેલ હ્યુન્ડાઇ હેવી ઇન્ડસ્ટ્રીઝ શિપયાર્ડની પણ મુલાકાત લીધી.

સેમસંગના પ્રમુખ જોંગ ક્યૂ શિનને મળ્યા મોદી
વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેમસંગના પ્રમુખ જોંગ ક્યૂ શિન જોડે પણ વાત કરી તેમને મેક ઇન્ડિયા માટે ભારત આવવા આમંત્રણ આપ્યું.

CEOને મોદીનું સંબોધન
દ.કોરિયાના સીઇઓને સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે "ભારતનું સોફ્ટવેર અને કોરિયાનું હાર્ડવેર ઉત્તમ છે." વધુમાં તેમણે કહ્યું કે તે 50 શહેરોને મેટ્રો અને હાઇ સ્પિડ ટ્રેનોથી જોડવા માંગે છે. રેલનો મોર્ડન બનાવા માંગે છે. તેમણે કહ્યું કે ભારત સંભાવનાઓની ભૂમિ હતું અને તે રહેશે. વધુમાં તેમણે ભારતમાં રોકાણ કરવા અપીલ કરી.

ચિયોંગ્યેચિયોન સ્ટ્રીમ પહોંચ્યા મોદી
મોદીએ સિયોલની ચિયોંગ્યેચિયોન સ્ટ્રીમની મુલાકાત લીધી. અને શહેરના નવીનીકરણની પ્રશંસા કરી.

ચિયોંગ્યેચિયોન સ્ટ્રીમ પહેલા અને આજે
દ.કોરિયાએ છેલ્લા કેટલાક વર્ષોમાં કેવો હરળફાળ વિકાસ કર્યો છે તેની આ તસ્વીર છે. પહેલા અહીં દૂષિત પાણી અને ઝુંપડપટ્ટી છે હાલ આ ચિયોંગ્યેચિયોન સ્ટ્રીમ એક સુંદર મનોરંજનનું સ્થળ બની ગયું છે.

એક બાળકને રડતાં શાંત કર્યો મોદી
ચિયોંગ્યેચિયોન સ્ટ્રીમમાં મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો મોદીની એક જલક મેળવા માટે ઉમટી પડ્યા હતા. ત્યાં ભીડમાં એક બાળકને રડતો જોઇને મોદીને બાળકને હવામાં થોડા ઝૂલાવ્યો અને તેને શાંત કર્યો.

એશિયન લિડર્સ કોન્ફરન્સ
સિયોલમાં એશિયન લિડર્સ કોન્ફરન્સને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દુશ્મનાવટ એશિયાને પાછળ રાખશે. પણ જો એશિયા એક થશે તો તે વિશ્વનું ધડતર કરશે.
|
મોદીના ભોજની તસવીરો
કોરિયાના રાષ્ટ્રપતિ પાર્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખાસ શાકાહારી ભોજનનું આયોજન કર્યું હતું. જુઓ આ ભોજની તસવીરો.












Click it and Unblock the Notifications
