'2017 સુધીમાં દુનિયાની અડધી વસ્તી બની જશે ઇન્ટરનેટમય'

તે સમયે અંદાજીત વસ્તી 7.6 અરબ હશે અને લોકો 48 કલાકથી વધુ સમય ઇન્ટરનેટનો ઉપયોગ કરશે. વર્ષ 2012માં વૈશ્વિક સ્તર પર ઇન્ટરનેટ ઉપભોક્તાની સંખ્યા 2.3 અરબ છે જ્યારે વૈશ્વિક વસ્તી 7.2 છે.
વીએનઆઇના અનુમાન ભારતમાં વિશ્વના અન્ય દેશોના મુકાબલે ઇન્ટરનેટ ઉપભોક્તાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે અને 2017 સુધી તેમની સંખ્યા વધીને 34.8 કરોડ પહોંચવાની સંભાવના છે.
ભારતમાં ઇન્ટરનેટ ટ્રાફિક 2017માં વધીને 2.5 એક્સાબાઇટ્સ પ્રતિ માસ પર પહોંચી જશે જે 2012માં 393 પેટાબાઇટ્સ પ્રતિ માસ હતું. એક એક્સાબાઇટ્સ, 10 લાખ ટેરાબાઇટ્સની બરાબર છે. વીએનઆઇના અનુસાર ભારતમાં 2017માં 34.8 કરોડ ઇન્ટરનેટ ઉપભોક્તા હશે જેમની સંખ્યા 2012માં 13.8 કરોડ હતી.












Click it and Unblock the Notifications
