યુદ્ધ થયું તો 62ની હારથી પણ મોટી કિંમત ચૂકવવી પડશે

Posted By:
Subscribe to Oneindia News

સિક્કિમમાં ભારતીય સેના અને ચીન વચ્ચે જે સ્થિતી ઉદ્ઘભવી રહી છે તે મામલે ચીની મીડિયાએ ફરી એક વાર આગમાં ઘી રેડવાનું નામ કર્યું છે. ગ્લોબલ ટાઇમ્સમાં છપાયેલા એડિટોરિયલમાં ભારતને ચેતવણી આપવામાં આવી છે કે જો ભારતીય સેના પાછળ ના ગઇ તો ચીનની સેના તેને ઉખાડી ફેંકવા માટે સક્ષમ છે. એટલું જ નહીં, ચીનની મીડિયાનું તેમ પણ કહેવું હતું કે જો ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થશે તો ભારતને નુક્શાન 1962 કરતા પણ ખરાબ થશે. ઉલ્લેખનીય છે કે ગ્લોબલ ટાઇમ્સ એક સરકારી છાપું છે. અને તેના પ્રત્યેક શબ્દ પર ચીન સરકારની સહમતિ લાગતી હોય છે. જેવામાં આ ધમકીને હળવાશથી ના લેવી જોઇએ.

china

આ એડિટોરિયલમાં રક્ષા મંત્રી અરુણ જેટલીના તે નિવેદન પર પણ ટિપ્પણી કરી જેમાં તેમણે કહ્યું હતું કે 2017નું ભારત અલગ છે. છાપામાં લખ્યું છે કે જેટલીએ સાચું કહ્યું કે 2017નું ભારત 1962ના ભારતથી અલગ છે પણ આ વખતે જો યુદ્ધ થયું તો ભારતને 1962 કરતા પણ મોટી કિંમત ચૂકવવી પડશે. સાથે જ છાપામાં ભારત દ્વારા ભૂટાનને ભડકાવવામાં આવી રહ્યું છે તેમ પણ કહેવામાં આવ્યું છે. તેણે કહ્યું કે 21મી સદીમાં તમામ દેશો સ્વતંત્ર છે ત્યારે ભૂટાન ભારતનું છેડો પકડીને બેઠું છે. 4 જુલાઇના રોજ આ લેખ રજૂ કરવામાં આવ્યો હતો.

English summary
India will suffer worse losses than 1962 if it incites border clash with china.
Please Wait while comments are loading...