For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇન્ડિયન-અમેરિકનને મળ્યો યુએસ બિઝનેસ ચેમ્બર પુરસ્કાર

|
Google Oneindia Gujarati News

ન્યૂ યોર્ક, 10 મે: દગ્લીનર ડોટ કોમની ગુરુવારે આવેલ રિપોર્ટ અનુસાર કેંટુકી પ્રદેશના હેંડરસન શહેરમાં હેંડરસન ચેમ્બર ઓફ કોમર્સે કિરણ પટેલને આ પુરસ્કાર આપી સમ્માનિત કરાયા છે. કિરણ પટેલને આ પુરસ્કાર જેનેટ હોર્ટિનના હસ્તે આપવામાં આવ્યો.

જેનેટ હોર્ટિને જણાવ્યું કે 'ગયા વર્ષોના એમ્બેસડર ઓફ ધ યર પુરસ્કાર વિજેતાઓની જેમ પટેલ રોજ કેટલાય કલાકો પોતાના કામને આપે છે અને તે ચેમ્બરના વર્ષો સુધી કાર્યક્રમોમાં બહુ જ સક્રિય છે. તે રિબિન કાપવાથી લઇને બ્રાઉન બેગ લંચ કાર્યક્રમો અને ચેમ્બરના અન્ય કાર્યક્રમોમાં હાજરી આપે છે.'

કિરણ પટેલ વર્ષ 1994માં પોતાના પરિવાર સાથે હેંડરસનમાં આવીને વસી ગયા હતા. ત્યારબાદ તેમણે એક મોટલ ખરીદી અને 2011માં હેંન્ડરસન હોટલ ખરીદી અને તેનો વિકાસ કરી તેને ગિલમોર ઇનનું રૂપ આપ્યું.

કિરણ પટેલે જણાવ્યું કે આ પુરસ્કાર મેળવવું તેમના જીવનની સર્વોત્તમ ક્ષણ છે. તેમણે જણાવ્યું કે હજી વધારે લોકોએ એમ્બેસડર અને બોર્ડ સભ્યના રૂપમાં સામે આવવાની જરૂર છે.

English summary
An Indian American businessman has been awarded by a US business chamber as its 2013 Ambassador of the Year. Kiran Patel was named as the 2013 Ambassador of the Year by the Henderson Chamber of Commerce in the city of Henderson in the US state of Kentucky, thegleaner.com reported
 on Thursday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X