For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોર્વે બાલ શોષણ કેસ: ભારતીય દંપતિને થઇ શકે છે સજા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

child-row
ઓસ્લો, 1 ડિસેમ્બર: નોર્વેમાં બાલ શોષણ કેસમાં ધરપકડ કરવામાં આવેલ ભારતીય દંપતિ પર તેમના બાળકો સતત ખરાબ વર્તનનો આરોપ લગાવવામાં આવ્યો છે. તે માટે ફરિયાદપક્ષે માંગણી કરી છે કે તેમના માતા-પિતાને ઓછામાં ઓછી 15 મહિનાની સજા થાય.

ઓસ્લો પોલિસ વિભાગ દ્રારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર આ દંપતિને શંકાના આધારે ઘરપકડ કરવામાં આવી છે તે કાર્યવાહીથી બચવા માટે ભારત પરત ફરી શકે છે.

બચાવ પક્ષની અપીલોની સુનાવણી પર કાર્યવાહી ચાલી રહી છે અને આ મુદ્દે 3 ડિસેમ્બરના રોજ ઓસ્લોની જિલ્લામાં ફેંસલો સંભળાવવામાં આવશે.

પોલિસ વિભાગે જણાવ્યું છે કે આ દંપતિ તેમના બાળકોને ધમકાવવાના, હિંસા કરવાના અને સજા ફટકારવાની કલમ નં 219 હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદપક્ષે માતાને 15 મહિના અને પિતાને 18 મહિનાની સજા સંભળાવવાની માંગણી કરી છે. આ મામલે સોમવારે એટલે કે ત્રણ ડિસેમ્બરના ફેંસલો સંભળાવવામાં આવશે.

English summary
An Indian couple in Norway has been remanded to custody over fear that they will evade prosecution by returning to India, a statement by Oslo Police Department said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X