For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય ડોક્ટરે 40 મહિલાઓ સાથે દૂર્વ્યવહાર કરી બનાવ્યા વીડિયો!

|
Google Oneindia Gujarati News

લંડન, 24 મે : લંડનમાં રહેતા એક ભારતીય ડોક્ટર દેવિન્દરજીત બેન્સ છે તેની ક્લિનિકમાં જ્યારે પણ કોઇ મહિલા દર્દી આવે એટલે તે તેની સારવારના બહાને તેમની સાથે દુર્વ્યવહાર કરતો. બે વર્ષ સુધી તેની ક્લિનિક પર આવું જ ચાલતુ રહ્યું અને લગભગ 40 જેટલી મહીલાઓના તેણે વીડિયો બનાવ્યા.

ગયા વર્ષે જૂનમાં પોલીસે તેની ધરપકડ કરી અને ગુરુવારે તેને 12 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. આ ડોક્ટર અંગે વાંચશો તો એક ભારતીય હોવાના નાતે આપના મનમાં તેના પ્રત્યે ઘૃણા ઉપજી આવશે. લંડનમાં રહેાનાર આ ભારતીય ડોક્ટર પોતાની ક્લિનિક પર આવનાર માહિલા દર્દીઓની સારવાર કરવાના બહાને તેમનું શારિરીક શોષણ કરતો હતો.

indian doctor
ગયા વર્ષે જૂનમાં જ્યારે તેણે 19 વર્ષીય યુવતી સાથે છેડછાજ કરી ત્યારે મામલો પ્રકાશમાં આવ્યો. પોલીસે તપાસ હાથ ધરી ત્યારે ક્લિનિક અને ઘરેથી લગભગ 350 વીડિયો મળી આવ્યા હતા, જેમાં એ વાતનો ખુલાસો થયો કે હવે તે મહિલા દર્દીઓનું સારવાર દરમિયાન શારીરિક શોષણ કરતો હતો અને તેમનો વીડિયો પણ બનાવતો હતો. તેણે બે વર્ષમાં 40 મહિલાઓની સાથે દૂર્વ્યવહાર કર્યો, જેમાં 13ની સાથે બળાત્કાર, 13ના પ્રાઇવેટ પાર્ટ્સ સાથે છેડછાડ અને 11ને નગ્ન કરીને તેમને જોવી અને તેમનો વીડિયો બનાવ્યો વગેરેનો સમાવેશ થાય છે.

દેવિંદરજીત બેન્સ મેંગલોરનો રહેનાર છે અને તેણે મેડિકલનો અભ્યાસ પણ મેંગલોર યુનિવર્સિટીમાંથી કર્યો છે. લંડન પોલીસે ભારત સરકારને બેન્સની મેડિકલ ડિગ્રી રદ કરવાની માંગણી કરવાની ભલામણ કરતો એક પત્ર દૂતાવાસને મોકલ્યો છે.

English summary
A UK-based Indian doctor, who had sexually assaulted 40 women patients in a span of two years has been awarded 12-year sentence by a British court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X