અમેરિકામાં ભારતીય એન્જિનિયરની ગોળી મારીને હત્યા
અમેરિકાના એક બારમાં ભારતીય એન્જિનિયરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના અમેરિકાના કાનસાસ શહેરની છે.
અમેરિકા ના કાનસાસ શહેરમાં એક ભારતીય એન્જિનિયરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર ગોળી મારનાર વ્યક્તિ જોર જોરથી બૂમો પાડતો હતો કે, 'મારા દેશમાંથી બહાર નીકળી જા.'

51 વર્ષીય આ વ્યક્તિનું નામ હતું એડમ પરિંટન. તેણે બારમાં અનેક રાઉન્ડનું ફાયરિંગ કર્યું હતું, જેમાં બે અન્ય લોકો પણ ઘાયલ થયા હતા. અમેરિકાના અહેવાલો અનુસાર એડમ અમેરિકન નેવીનો રિટાયર્ડ કર્મચારી છે. પોલીસે આ આરોપીની ધરપકડ કરી લીધી છે.
જે ભારતીયની હત્યા થઇ છે, એનું નામ શ્રીનિવાસ હતું. આ ઘટનામાં આલોક મદાસની નામના વ્યક્તિને પણ ઇજા પહોંચી છે. અહેવાલો અનુસાર આરોપી નશામાં હતો અને સતત રેશિયલ ટિપ્પણીઓ કરી રહ્યો હતો. જ્યારે બારના કર્મચારીએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો તો એણે બૂમ પાડી, 'મારા દેશમાંથી બહાર નીકળી જા.' અને ત્યાર બાદ તેણે ફાયરિંગ શરૂ કરૂ દીધું હતું.












Click it and Unblock the Notifications
