For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

6 મહિના બાદ જેલમાંથી મુક્ત થયા કેપ્ટન સુનીલ જેમ્સ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 ડિસેમ્બર: ગત 6 મહિનાથી ટોગોંની જેલમાં બંધ ભારતીય કેપ્ટન સુનીલ જેમ્સને મુક્તિ મળી ગઇ છે. લાંબી લડાઇ બાદ તેમને ટોગોંની જેલમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. ઘરવાળાઓની ઇન્તઝારની ઘડીઓ ખતમ થઇ ગઇ છે. જેલમાંથી મુક્ત થયેલા સુનીલ જેમ્સ ટોગોંથી નિકળ્યા બાદ ભારત માટે નિકળી ચૂક્યા છે. અનુમાન લગાવવામાં આવે છે કે સાંજ સુધી તે ભારત પરત ફરશે. સુનીલ જેમ્સની મુક્તિ માટે તેમની પત્ની અદિતિ જેમ્સે લાંબી લડાઇ લડી. પુત્રના મોત બાદ તે અંતિમવાર તેને પોતાના પિતા સાથે મળાવવા માંગતી હતી. તેમને 15 દિવસો સુધી તેમના પુત્રની લાશને સાચવી રાખી હતી જેથી સુનિલ જેમ્સ અંતિમ વાર પોતાના પુત્રને જોઇ શકે.

મધ્યમવર્ગીય પરિવારે સુનીલ જેમ્સની મુક્તિ માટે જીવ લગાવી દિધો હતો. વડાપ્રધાનથી માંડીને વિદેશ મંત્રાલય સુધી દોડી હતી. પોતાના પતિના છુટકારા માટે તેને અરજી કરી હતી. ભારત સરકારે પણ પોતાની તરફથી પ્રયત્નો કર્યા હતા અએન અંતે તેમને સફળતા મળી અને સુનીલ જેમ્સને ટોગોં સરકારે છોડી મુકવાનો નિર્ણય કર્યો. સુનીલની સાથે ટોગોંની જેલમાં બંધ વિજયનને પણ મુક્ત કરવામાં આવ્યો છે. સુનીલ જેમ્સ અને વિજયનની મુક્તિ ભારત માટે મોટી કુટનીતિક સફળતા છે.

sunil-ganes

સુનીલ અને વિજયનની મુક્તિ ભારતીય રાજદૂત અને ટોગોંના રાષ્ટ્રપતિની મુલાકાત બાદ સંભવ બની શક્યું. અત્રે ઉલ્લેખનીય છે કે કેપ્ટન સુનીલ જેમ્સને ટોગોં પોલીસે સમુદ્રી લુટેરાઓની મદદ કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. તેમના પર આરોપ હતો કે આ બંનેને સમુદ્રી લુટેરાઓની મદદથી કરી જેથી તેમનું જહાજ લુંટવામાં આવ્યું. સુનીલ જેમ્સની મુક્તિ બાદ તેમના પરિવારવાળાઓએ ભારત સરકાર અને વડાપ્રધાન મનમોહન સિંહનો આભાર વ્યક્ત કર્યો હતો.

English summary
Captain Sunil James of oil tanker MT Ocean Centurian, who was arrested in July on charges of aiding pirates off the coast of Togo, has been released.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X