ભારતીયોને લાભઃ ઓસ્ટ્રેલિયામાં છાત્ર વિઝા નિયમો થશે સરળ

ઓસ્ટ્રેલિયાના સીમા સુરક્ષા મંત્રી સ્કોટ મોરિસને એક મીડિયા રિલિઝમાં કહ્યું કે, આ દેશોના છાત્રો માટે 18 મહિનાની નાણાકિય આવશ્યક્તાને ઘટાડીને 12 મહિનાની કરવામાં આવશે. એનો અર્થ એ થયો કે વિદ્યાર્થીઓ બેંક એકાઉન્ટમાં અંદાજે 40 હજાર ઓસ્ટ્રેલિયન ડોલર(23 લાખ રૂપિયા) હોય તો છાત્ર વિઝા માટે અરજી કરી શકે છે. ઓસ્ટ્રેલિયા શિક્ષા અને પ્રશિક્ષણ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોએ આ પ્રસ્તાવિત પગલાંનું સ્વાગત કર્યું છે.
સિડની કોલેજના સીઇઓ મનિંદર સિંહે કહ્યું કે, આ સમાચાર દક્ષિણ એશિયન ભારત જેવા દેશોના વિદ્યાર્થીઓ માટે રાહતની વાત છે. તેનાથી ભારતીય છાત્રોને 24 મહિનાના બદલે 12 મહિનાના કોષની જરૂરત રહેશે, પરંતુ આ બદલાવોથી ઉચ્ચ શિક્ષાના ક્ષેત્રમાં ભારતીય વિદ્યાર્થીઓને ભવિષ્ય પર નકારાત્મક અસર પડી શકે છે, કારણ કે આ કોષને વિઝા અરજદારના નજીકના સંબંધી દ્વારા ઉપલબ્ધ કરાવી પડશે.
ઉદ્યોગ જગતના વિશેષજ્ઞો અનુસાર સરકારનું આ પગલું અનેક ખાનગી કોલેજો બંધ થવાના કારણે ઉઠાવવામાં આવી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષની અંદર ભારતથી આવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘણો ઘટાડો નોંધાયો છે, જ્યારે ભારત, ઓસ્ટ્રેલિયામાં વિદેશી છાત્રોનો બીજો સૌથી મોટો સ્ત્રોત છે.












Click it and Unblock the Notifications
