For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સતત ત્રીસ કલાક કામ કરનાર મહિલા કોપીરાઇટરનું મોત

|
Google Oneindia Gujarati News

જકાર્તા, 18 ડિસેમ્બર: એક ઇન્ડોનેશિયન કંપની વાઇ એન્ડ આરમાં કામ કરનારી એક કોપીરાઇટર મીતા દૂરાનની સતત 30 કલાક કામ કરવાના કારણે મોત થયું છે. સોશિયલ મીડિયા પર આપવામાં આવેલા એક સંદેશમાં તેના પિતાને ટેગ કરતા એક સહયોગી કર્મચારીએ લખ્યું છે કે તેણે સતત ત્રણ દિવસ સુધી કામ કરવાથી કોમામાં ચાલી ગઇ અને તેનુ મોત થઇ ગયું.

મીતાની મોત બાદ તેના એક સાથી કર્મચારીનું કહેવું છે કે દરેક વ્યક્તિએ પોતાના કાર્ય કરવાની ક્ષમતાને ઓળખવી જોઇએ, અને પોતાની જાત સાથે આટલા નિર્દયી ના બનવું જોઇએ.

mita duran
દૂરાને પોતાના કામના કલાકો અંગે જાણકારી આપતા ટ્વિટર પર લખ્યું હતું કે તે ત્રણ દિવસથી બિમાર હોવા છતા પણ ઓફીસ આવી અને 12 કલાક કામ કર્યું. તેણે પોતાની વધું એક પોસ્ટમાં લખ્યું હતું કે તે ગયા શનિવારથી ઊંઘી નથી અને હજી મારે ત્રીસ કોપી લખવાની છે. મીતાની મોત બાદ કંપનીએ તેના માનમાં એક દિવસ માટે ઓફિસ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

કંપનીએ જારી કરેલા પોતાના એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે અમે અમારા એક હોનહાર કર્મચારીના અણધાર્યા મોતથી ખૂબ જ દુ:ખી છીએ, તેની મુશ્કાન અમને હંમેશા યાદ રહેશે. આજે અમે પણ તેના ઘરે જઇશું અને આ દુ:ખની પળોમાં તેના પરિવાર સાથે સામેલ થઇશું.

English summary
An Indonesian Copywriter Mita Duran died after working 30 hours continue. In spite of being sick for three days she worked for 12 hours in office.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X