હિન્ડનબર્ગ રિસર્ચના સ્થાપક નાથન એન્ડરસન વિરૂદ્ધ સિક્યોરિટીઝ છેતરપિંડી અને ખામીયુક્ત ખુલાસાઓને લઈને તપાસ શરૂ
કેનેડાના ઓન્ટારિયોમાં ચાલી રહેલી કોર્ટ કેસમાં વિવાદાસ્પદ શોર્ટ-સેલર હિન્ડનબર્ગ રિસર્ચ અને તેના સ્થાપક નાથન એન્ડરસન સામે નોંધપાત્ર પુરાવા સામે આવ્યા છે.
આ પુરાવાઓમાં હિન્ડનબર્ગના ગુપ્ત સંબંધો, સંભવિત સિક્યોરિટીઝ છેતરપિંડી અને પેઢી અને સ્થાપક દ્વારા કરવામાં આવેલા ખામીયુક્ત ખુલાસાઓનો પર્દાફાશ થયો છે.

કેનેડિયન ઓનલાઈન તપાસ ન્યૂઝ આઉટલેટ માર્કેટફ્રાઉડ્સના અહેવાલમાં જણાવાયુ છે કે, નેટ એન્ડરસન અને એન્સન ફંડ્સ બંને સામે સિક્યોરિટીઝ છેતરપિંડીના ઘણા આરોપ છે અને અમે લખતી વખતે ફક્ત 5% સામગ્રીની સમીક્ષા કરી છે. એ લગભગ નિશ્ચિત છે કે જ્યારે હિન્ડનબર્ગ અને એન્સન વચ્ચેનો સમગ્ર વ્યવ્હાર SEC સુધી પહોંચશે ત્યારે નેટ એન્ડરસન પર 2025 માં સિક્યોરિટીઝ છેતરપિંડીનો આરોપ મૂકાશે.
હિન્ડેનબર્ગ દ્વારા અચાનક કામગીરી બંધ કરવાના નિર્ણયથી ઘણા લોકો આશ્ચર્યમાં છે. એ પણ ત્યારે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પના ઉદ્ઘાટનના માત્ર ત્રણ દિવસ પહેલા કંપની બંધ થઈ છે.
નવેમ્બર 2024 માં બ્લૂમબર્ગની ક્રેક રિસર્ચ ટીમે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જે હિન્ડેનબર્ગ સહિત વિવિધ શોર્ટ-સેલર્સ અને સંશોધન કંપનીઓ પાછળના ગુપ્ત દળોનો પર્દાફાશ કરતી શ્રેણીની પહેલી કડી હતી.
શોર્ટ-સેલર્સ સિક્રેટ ટોક્સ એન્ડ એલાયન્સિસ ઇમર્જ ઇન કોર્ટ બેટલ શીર્ષકનો અહેવાલ હિન્ડેનબર્ગ રિસર્ચ અને ભારતીય મૂળના મોએઝ કાસમ દ્વારા સંચાલિત કેનેડા સ્થિત ફંડ એન્સન ફંડ્સ સહિતની કંપનીઓ પર કેન્દ્રિત હતો.
એન્સન સાથેના કોઈપણ સંબંધને નકારતા હિન્ડેનબર્ગે બ્લૂમબર્ગને જણાવ્યું હતું કે તેને વિવિધ સ્ત્રોતોમાંથી દર વર્ષે સેંકડો લીડ્સ મળે છે. અમે દરેક લીડની સખત તપાસ કરીએ છીએ અને હંમેશા અમારા કાર્ય પર સંપૂર્ણ સંપાદકીય સ્વતંત્રતા જાળવી રાખી છે.
આ અહેવાલ પછી એન્ડરસને જાહેરમાં એન્સન અથવા અન્ય કોઈ સાથે કોઈપણ ભાગીદારીનો ઇનકાર કર્યો હતો. જો કે, લીક થયેલા ઇમેઇલ્સ બીજુ જ કઈંક સુચવે છે. 2019 માં હિન્ડનબર્ગ અને એન્સનના સંજીવ પુરી વચ્ચે વેપાર અંગે થયેલા ડઝનબંધ ઇમેઇલ્સ દર્શાવે છે કે એન્સન સંપાદકીય નેતૃત્વ સંભાળતા હતા, જે હિન્ડનબર્ગનું સંપાદકીય નિયંત્રણ બહુ ઓછુ હતું. બંને વચ્ચે કોઈ નાણાકીય વ્યવસ્થા હતી કે નહીં તે હજુ પણ નક્કી નથી.
સૂત્રો અનુસાર, શોર્ટ-સેલર પર કેસ ન કરનાર અદાણી ગ્રુપે ગયા વર્ષે વિદેશી સિક્રેટ ભાગીદારો સાથે સિક્રેટ તપાસ શરૂ કરી હતી, જેથી તેમની વિરુદ્ધ કામ કરનારાઓનો સામનો કરી શકાય.
હિંડનબર્ગે સૌપ્રથમ જાન્યુઆરી 2023 માં અદાણી ગ્રુપ પર પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો, જેના કારણે બજાર વેલ્યુમાં 150 બિલિયન ડોલરથી વધુનું નુકસાન થયું હતું.
અદાણી ગ્રુપ પરના હુમલાઓમાં એન્સનની ભૂમિકા અસ્પષ્ટ રહી છે, કેટલાક અહેવાલોમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે તેના સમર્થકોમાં સંગઠિત ગુનાનો સમાવેશ થાય છે.
એન્સનના સ્થાપકની પત્ની મારિસા સિગલ કાસમ અને મહુઆ મોઇત્રા જેપી મોર્ગનમાં સાથીદારો હતા, જ્યાં મોઇત્રાએ લગભગ 12 વર્ષ સુધી કામ કર્યું હતું. હિંડનબર્ગ પછી લોકસભામાં અદાણી ગ્રુપ પર હુમલાઓ મોઇત્રાએ જ શરૂ કર્યા હતા.












Click it and Unblock the Notifications
