ઈરાનનો ઈઝરાયેલ પર હુમલો, અમેરિકાને દખલ નહીં કરવા ચેતવણી
સતત અટકળો લાગી રહી હતી કે ઈરાન ઈઝરાયેલ પર હુમલો કરી શકે છે. હવે આખરે આ અટકળોનો સાચી પડી છે. ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો છે.
શનિવારે સીરિયામાં ઈરાનના વાણિજ્ય દૂતાવાસ પર થયેલા હુમલાના જવાબમાં ઈરાને ઈઝરાયલ પર આ જવાબી હુમલો કર્યો છે. લગભગ 100 ડ્રોન અને મિસાઈલથી ઈઝરાયેલ પર હુમલો કર્યો છે.

હુમલા પછી ઈરાને કહ્યું કે, હવે મામલો સમાપ્ત માનવામાં આવી શકે છે પરંતુ તેની સાથે ઈરાને ઈઝરાયેલના સૌથી નજીકના સહયોગી અમેરિકાને આ સંઘર્ષથી દૂર રહેવા ચેતવણી આપી છે. ઈરાને કહ્યું છે કે જો ઈઝરાયેલ એક વધુ ભૂલ કરશે તો તેની પ્રતિક્રિયા વધુ ગંભીર હશે.
સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના સ્થાયી મિશને જણાવ્યું કે, યુએન ચાર્ટરના અનુચ્છેદ 51ના આધારે કાયદેસર સંરક્ષણ સંબંધિત ઈરાનની સૈન્ય કાર્યવાહી દમાસ્કસમાં અમારા રાજદ્વારી પરિસર સામે ઝિઓનિસ્ટ શાસનના આક્રમણના જવાબમાં હતી.
ઈરાની મિશને વધુમાં જણાવ્યું કે, જો ઈઝરાયલી શાસને બીજી ભૂલ કરી તો ઈરાનની પ્રતિક્રિયા ખૂબ જ ગંભીર હશે. આ ઈરાન અને બદમાશ ઈઝરાયેલી શાસન વચ્ચેનો સંઘર્ષ છે, જેનાથી અમેરિકાએ દૂર રહેવું જોઈએ.
આ દરમિયાન ઈઝરાયેલની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ શનિવારે શરૂ કરેલા ઈરાની હુમલાઓને અટકાવ્યા છે. સીએનએન અહેવાલો અનુસાર, જમીન પર સીએનએનની ટીમે જેરુસલેમ પર વિસ્ફોટ અને સાયરન સાંભળ્યા.
એક અમેરિકી સંરક્ષણ અધિકારીએ જણાવ્યું કે, ઇરાની હુમલા વચ્ચે યુએસ ઇઝરાયેલ સાથે ઉભું છે અને યુએસએ ઇરાની મિસાઇલો અને ડ્રોનને ઇઝરાયેલને નિશાન બનાવીને તોડી પાડ્યા છે.
ઇઝરાયેલની સુરક્ષા પ્રત્યેની અમારી અડગ પ્રતિબદ્ધતા અનુસાર, આ ક્ષેત્રમાં અમેરિકી દળોએ ઇઝરાયેલને નિશાન બનાવતા ઇરાની દ્વારા લોન્ચ કરાયેલા ડ્રોનને મારવાનું ચાલુ રાખ્યું છે.
જો કે ઈરાનના હુમલા બાદ ઈઝરાયેલ હવે ઈરાન વિરુદ્ધ વધુ એક વળતી કાર્યવાહી કરશે તેવી આશંકા પણ છે.












Click it and Unblock the Notifications
