ઇરમા વાવાઝોડાથી 5 લાખો લોકોને ફ્લોરિડા ખાલી કરવા અપાયા આદેશ

Written By:
Subscribe to Oneindia News

કેરિબિયન દ્વિપથી શરૂ થયેલું ઇરમા વાવાઝોડું હવે અમેરિકાના દક્ષિણમાં આવેલા ફ્લોરિડા સુધી પહોંચ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આ વાવાઝોડું ફ્લોરિડાથી પસાર થઈને જોર્જિન સુધી પહોચશે. આ વાતની ગંભીરતાને લેતા ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે જણાવ્યું હતું કે, તેઓ સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, એમઇએની મદદથી અમે સતત ભારતીયોના સંપર્કમાં છીએ. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે, ફ્લોરિડામાં વસતા ભારતીયોની સંખ્યા ઘણી વધારે છે, અહીં કુલ વસ્તીના ચોથા ભાગ જેટલા ભારતીયો વસે છે. આથી વિદેશ મંત્રાલય સતત તેના પર ચાંપતી નજર રાખે છે. મળતી માહિતી અનુસાર, અત્યાર સુધી ઇરમા વાવાઝોડાથી 22 લોકોના મોત થઈ ગયા છે અને 50 લાખ લોકોને ફ્લોરિડા છોડીને જવા માટે કહી દેવામાં આવ્યું છે.

irma

ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, અમે વેનેજુઅલા, નીધરલેંડ, ફ્રાંસ અને યુએસમાં બનતી તમામ ઘટનાઓ પર નજર રાખી રહ્યાં છીએ. ઇરમાથી થયેલા નુકસાનમાં ભારતીયોને જોઈતી તમામ મદદ માટે અમારી સરકાર તેમના અને ત્યાંના અધિકારીઓના સંપર્કમાં છીએ. હવામાન વિભાગના વિશેષજ્ઞોનું કહેવું છે કે, ઇરમા આ વર્ષનું સૌથી ખતરનાક વાવાઝોડું છે. એ જ્યારે શરૂ થશે ત્યારે હવાની ઝડપ 185 કિ.મી. પ્રતિ કલાકની રહેશે, પરંતુ એ જ્યારે ફ્લોરિડા પહોંચશે ત્યાં સુધીમાં તે ઘણું ઘાતક બની જશે. તેની ઝડપ વધીના 280 કિ.મી. પ્રતિ કલાકની થશે, જે ખુબ જ વિનાશક સાબિત થશે.

English summary
irma Hurricane 5 millions of people ordered to evacuate Florida.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.