ઇરમા: ભારતીય દૂતાવાસે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર

Written By:
Subscribe to Oneindia News

કેરેબિયન દ્વીપથી શરૂ થયેલ સદીનું સૌથી ખતરનાક વાવાઝોડું ઇરમા અમેરિકાના ફ્લોરિડામાં પ્રવેશ્યા બાદ અત્યાર સુધીમાં 25 લોકોનું મૃત્યુ થયું છે. આ વાવાઝોડાંને કારણે અત્યાર સુધીમાં 60 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલય અમેરિકન સરકારની મદદથી આ વાવાઝોડાંથી પ્રભાવિત ક્ષેત્રોમાં રહેલા ભારતીયો સાથે સતત સંપર્કમાં છે. વાવાઝોડાંમાં ફસાયેલા ભારતીયો માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.

irma

અમેરિકા સહિત અનેક દેશોમાં ભારતીય દૂતાવાસ દ્વારા ઇરમા વાવાઝોડાંને પહોંચી વળવા માટે મિશન હાથ ધરાવમાં આવ્યું છે અને આ માટે ભારતીય દૂતાવાસ દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. અમેરિકામાં ભારતીય દૂતાવાસે 24 કલાક ચાલનારા હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. હેલ્પલાઇન નંબર છે - 202-258-8819. વાવાઝોડાંમાં ફસાયેલા ભારતીયો માટે રાહત ઉપાયોની આગેવાની માટે વરિષ્ઠ અધિકારીઓને એટલાંટા મોકલવામાં આવ્યા છે.

  • વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કિંગસ્ટનમાં ભારતીય દૂતાવાસના હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે.
  • હેલ્પલાઇન નંબર - +18768334500, +18765641378, ઇ-મેઇલ આઇડી - hckingston@mea.gov.in, hoc.kingston@mea.gov.in
  • વેનેજુએલા સ્થિત ભારતીય દૂતાવાસે અરૂબામાં હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. 00297-593-2552
  • હાલેન્ડ સ્થિત ભારતીય દૂતાવાત દ્વારા હેલ્પલાઇન નંબર 0031643743800 જાહેર કરવામાં આવ્યો છે.
  • ક્યૂબા, હૈતી અને ડોમનિક રિપબ્લિક દ્વારા ઇરમાથી પ્રભાવિત લોકો આપાતકાળ પરિસ્થિતિમાં ભારતીય અધિકારીઓનો સંપર્ક કરી શકે એ માટે +5352131818 નંબર જાહેર કરવામાં આવ્યો છે.
ઇરમા વાવાઝોડું રવિવારથી ફ્લોરિડા પર ત્રાટક્યું છે અને યુએસ સૈનિક સિવાય અમેરિકામાં સ્થિત અનેક ભારતીય સામાજીક સંગઠનો પણ આ આપત્તિની પરિસ્થિતિમાં મદદ માટે આગળ આવ્યા છે. ગુજરાત સમાજ એટલાન્ટા અને હિંદુ ટેમ્પલ ઓફ એટલાન્ટાએ મળીને 3 રાહત શિબિર સ્થાપિત કર્યા છે, જેમાં લોકોને રહેવાની અને ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
English summary
Irma hurricane at its peak in Florida, Indian embassies announce helpline number.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.