For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મફતખોરીના રાજકારણમાં શ્રીલંકા ડુબ્યું? જાણો સંપૂર્ણ વિશ્લેષણ

પાકિસ્તાનમાં રાજકીય સંકટ છે. શ્રીલંકામાં ઈમરજન્સી છે. અન્ય પડોશી દેશમાં પેટ્રોલ અને ડીઝલ બધુ જ મોંઘુ થઇ રહ્યું છે. મ્યાનમારમાં સૈન્યનું શાસન છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : પાકિસ્તાનમાં રાજકીય સંકટ છે. શ્રીલંકામાં ઈમરજન્સી છે. અન્ય પડોશી દેશમાં પેટ્રોલ અને ડીઝલ બધુ જ મોંઘુ થઇ રહ્યું છે. મ્યાનમારમાં સૈન્યનું શાસન છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર છે. ચીનમાં એક જ પક્ષનું શાસન છે અને ત્યાં લોકશાહીનો સંપૂર્ણ અંત આવી ગયો છે. રશિયામાં વ્લાદિમીર પુતિનનું પણ છત્ર શાસન છે, જ્યાં તેમને કોઈ પડકારી શકે તેમ નથી. આ સમયે યુક્રેનમાં પણ યુદ્ધ ચાલી રહ્યું છે.

શ્રીલંકાની સરકાર વિરુદ્ધ સતત હિંસક પ્રદર્શન

શ્રીલંકાની સરકાર વિરુદ્ધ સતત હિંસક પ્રદર્શન

હાલમાં શ્રીલંકાની રાજધાની કોલંબો એશિયાની સૌથી અશાંત રાજધાની બની ગઈ છે. કોલંબોમાં શ્રીલંકાની સરકાર વિરુદ્ધ વારંવાર હિંસક પ્રદર્શનો થઈ રહ્યા છે અનેલોકોનો આરોપ છે કે, શ્રીલંકાની સરકાર દેશના 25 મિલિયન લોકોને ભૂખે મરવા માગે છે.

હાલમાં શ્રીલંકામાં એક કપ ચા 100 રૂપિયામાં મળી રહી છે. એલપીજી માટેલાંબી લાઇનો લાગી છે.આ સિવાય શ્રીલંકામાં ડીઝલ ખતમ થઈ ગયું છે.

શ્રીલંકાની સરકાર પાસે પેટ્રોલ ખરીદવા માટે પણ પૈસા નથી. જોકે, સંકટની આ ઘડીમાં ભારતેશ્રીલંકાને અલગથી 40 હજાર મેટ્રિક ટન ડીઝલ અને 40 હજાર ટન ચોખાના ચાર કન્સાઈનમેન્ટ મોકલ્યા છે.

તેઓ ભૂખે મરવા માંગતા નથી

તેઓ ભૂખે મરવા માંગતા નથી

જોકે શ્રીલંકાના લોકોમાં ત્યાંની સરકાર સામે ઘણો ગુસ્સો છે અને આ લોકો હવે કહી રહ્યા છે કે, તેઓ તેમની સેનાની ગોળીઓથી મરવા માગે છે, પરંતુ તેઓ ભૂખે મરવામાંગતા નથી. શ્રીલંકામાં અત્યારે ઈમરજન્સી છે. ત્યાં મહિન્દા રાજપક્ષેની સરકારના તમામ 26 મંત્રીઓએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

આ 26મંત્રીઓમાંથી ચાર રાજપક્ષે પરિવારના હતા. શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશમાં એકતા સરકારની સ્થાપનાની વાત કરી છે, જેમાં વિપક્ષના નેતા પણકેબિનેટનો ભાગ બની શકે છે. જોકે શ્રીલંકાના લોકો કહી રહ્યા છે કે, રાજપક્ષે પરિવાર આવી સરકાર બનાવીને તેમના પરિવારના સભ્યોને બચાવી રહ્યો છે.

શ્રીલંકા-ભારત લગભગ એક સાથે આઝાદ થયા

શ્રીલંકા-ભારત લગભગ એક સાથે આઝાદ થયા

શ્રીલંકાને ભારતના એક વર્ષ બાદ વર્ષ 1948માં બ્રિટિશ શાસનથી આઝાદી મળી હતી. એટલે કે શ્રીલંકા અને ભારત લગભગ એક સાથે આઝાદ થયા હતા. જો કે,શ્રીલંકાએ ક્યારેય ભારતની જેમ રાજકીય સ્થિરતા હાંસલ કરી ન હતી અને 1983 થી 2009 સુધી 26 વર્ષ સુધી ગૃહયુદ્ધ ચાલ્યું હતું.

આ એ જ સમયગાળાની વાત છે,જ્યારે શ્રીલંકામાં આતંકવાદી સંગઠન લિબરેશન ટાઈગર્સ ઑફ તમિલ ઈલમ એટલે કે એલટીટીઈ શ્રીલંકાના તામલીસ માટે અલગ દેશની માગ કરી રહ્યું હતું.

આ ગૃહયુદ્ધપછી, 2009 અને 2019 વચ્ચે, શ્રીલંકાએ ઘણી પ્રગતિ કરી હતી. આ દરમિયાન પશ્ચિમી દેશો કહેતા હતા કે, ભારતે શ્રીલંકાના આર્થિક મોડલથી શીખવું જોઈએ.

શ્રીલંકાએ ભારત પાસેથી લોન લેવી પડશે

શ્રીલંકાએ ભારત પાસેથી લોન લેવી પડશે

ત્રણ વર્ષ પહેલા વિશ્વ બેંકે શ્રીલંકાને વિશ્વના એવા દેશોની યાદીમાં સ્થાન આપ્યું હતું, જ્યાં મોટાભાગના નાગરિકોની આવક ઉચ્ચ મધ્યમ આવકની શ્રેણીમાં હતી. ત્યારેઅઢી કરોડની વસ્તીવાળા આ દેશમાં માથાદીઠ આવક 3 હજાર 852 યુએસ ડોલર એટલે કે, લગભગ 2 લાખ 90 હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ હતી.

જ્યારે 2019માંભારતની માથાદીઠ આવક 2100 યુએસ ડોલર એટલે કે લગભગ એક લાખ 57 હજાર રૂપિયા હતી. હવે સવાલ એ ઉભો થયો છે કે, જે દેશને વિશ્વ બેંકે ત્રણ વર્ષ પહેલાઆર્થિક રીતે સમૃદ્ધ દેશ ગણાવ્યો હતો અને જ્યાં માથાદીઠ આવક ભારત કરતા બમણી હતી, તે દેશમાં એવું તો શું થયું કે આજે એ દેશ પાસે અનાજ પણ નથી. આજે એજ શ્રીલંકાએ વારંવાર ભારત પાસેથી લોન લેવી પડે છે? ચાલો તમને જણાવીએ કે, આ બધું કઇ રીતે બન્યું?

શ્રીલંકાએ લોન લેતી વખતે આ બાબતોને કરાઇ હતી નઝર અંદાજ

શ્રીલંકાએ લોન લેતી વખતે આ બાબતોને કરાઇ હતી નઝર અંદાજ

શ્રીલંકાએ કરેલી પહેલી ભૂલ એ હતી કે, તેણે તેની અર્થવ્યવસ્થાને અન્ય દેશો પાસેથી લીધેલી લોન પર નિર્ભર બનાવી દીધી હતી. વર્ષ 2016માં શ્રીલંકા પર 46બિલિયન યુએસ ડોલર એટલે કે, 3 લાખ 45 હજાર કરોડ રૂપિયાનું દેવું હતું, પરંતુ માત્ર 6 વર્ષમાં હવે તે બમણાથી વધુ થઈ ગયું છે.

હાલમાં શ્રીલંકા પર 6 લાખ કરોડરૂપિયાનું દેવું છે. આ શ્રીલંકાના વાર્ષિક જીડીપીની બરાબર છે, જે 81 અબજ યુએસ ડોલર એટલે કે, લગભગ 6 લાખ કરોડ રૂપિયા છે. એટલે કે લોન લેતી વખતેશ્રીલંકાએ એ વાતનું ધ્યાન રાખ્યું ન હતું કે તેણે આ પૈસા વ્યાજ સાથે પરત કરવા પડશે. જો તે આ પૈસા પરત નહીં કરી શકે તો તેની અર્થવ્યવસ્થા બરબાદ થઈ જશે.

ચીન જેવા દેશોએ શ્રીલંકાના આ અભાવનો ફાયદો ઉઠાવ્યો હતો. શ્રીલંકા પરના કુલ દેવુંમાં ચીનનો હિસ્સો 10 ટકાથી વધુ છે. શ્રીલંકાની બીજી ભૂલ એ હતી કે, તેણે લોનતો લીધી, પરંતુ આ લોનનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કર્યો નહીં.

એટલે કે, જો તેણે આ પૈસા શ્રીલંકાના ઔદ્યોગિક વિસ્તાર પર ખર્ચ્યા હોત, ત્યાં મોટી ફેક્ટરીઓ લગાવીહોત અને દેશમાં આવકનો નવો સ્ત્રોત બનાવ્યો હોત, તો કદાચ આ દેવું તેને આટલી મુશ્કેલી ન પહોંચાડત. શ્રીલંકામાં આવકના વધુ સ્ત્રોત નથી અને તે પ્રવાસન, ચાઅને કાપડ ઉદ્યોગોમાંથી મહત્તમ આવક મેળવે છે.

કાપડ ઉદ્યોગની કમર પણ તૂટી ગઈ

કાપડ ઉદ્યોગની કમર પણ તૂટી ગઈ

વર્ષ 2018 માં, શ્રીલંકાની સરકારને પ્રવાસન ક્ષેત્રથી 5.6 અબજ ડોલર એટલે કે 44 હજાર કરોડ રૂપિયાની આવક હતી, પરંતુ કોવિડ બાદ આ આવકના સ્ત્રોતને પણલોકડાઉન મળી ગયું અને વર્ષ 2021માં શ્રીલંકાની સરકારે આ સેક્ટરમાંથી માત્ર 2 હજાર કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

એટલે કે ટુરિઝમ સેક્ટર જે 2018માં 44 હજારકરોડ રૂપિયાનું હતું તે ઘટીને 2 હજાર કરોડ રૂપિયા થઈ ગયું છે. એ જ રીતે ચા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગની પણ કમર તૂટી ગઈ હતી. ટૂંકમાં શ્રીલંકાએ તેની આવકનાસ્ત્રોતમાં પણ વધારો કર્યો નથી અને લોન પણ લેવાનું ચાલુ રાખ્યું છે.

બીજી એક વાત અન્ય દેશોમાંથી લીધેલી આ લોન પણ ભ્રષ્ટાચારને કારણે પ્રભાવિત થઈ છે. વર્ષ2015માં જ્યારે શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી. ત્યારબાદ રાજપક્ષે પરિવારે ચીનની કંપનીઓ પાસેથી લીધેલી લોન તેમના ચૂંટણી પ્રચારમાં ખર્ચી નાખીહતી.

એવો આરોપ છે કે, ચીન પોતે જ આ ચૂંટણીમાં મહિન્દા રાજપક્ષે જીતે તેવું ઈચ્છતું હતું અને તેથી જ તેની કંપનીઓ શ્રીલંકાને જંગી લોન આપવા તૈયાર થઈ હતી.

શ્રીલંકાની ત્રીજી ભૂલ

શ્રીલંકાની ત્રીજી ભૂલ

શ્રીલંકાએ કરેલી ત્રીજી ભૂલ એ હતી કે, તેણે ક્યારેય આત્મનિર્ભર બનવાનો પ્રયાસ કર્યો નથી. શ્રીલંકા કાપડ, મીઠું, કાગળ અને નાની સોય માટે પણ અન્ય દેશો પરનિર્ભર છે.

શ્રીલંકાના નાગરિકો દ્વારા ઉપયોગમાં લેવાતી મોટાભાગની વસ્તુઓ અને સેવાઓ બહારથી આવે છે. હવે અન્ય દેશોમાંથી માલસામાન ખરીદવા માટે વિદેશીહૂંડિયામણની જરૂર પડે છે અને શ્રીલંકા પાસેનો વિદેશી હૂંડિયામણનો આ ભંડાર લગભગ ખતમ થઈ ગયો છે.

અત્યારે શ્રીલંકા પાસે વિદેશી ચલણના રૂપમાં માત્ર 2.31અબજ ડોલર એટલે કે સાડા 17 હજાર કરોડ રૂપિયા બચ્યા છે. જ્યારે ક્રૂડ ઓઈલ અને અન્ય વસ્તુઓની આયાત પર તેનો એક વર્ષનો ખર્ચ રૂપિયા 91 હજાર કરોડ છે. જોશ્રીલંકા તેની જરૂરિયાતો માટે અન્ય દેશો પર નિર્ભર ન હોત તો આજે તેની આવી પરિસ્થિતિ સર્જાઇ ન હોત.

એવું માની શકીએ કે, આર્થિક અસ્થિરતામાં પણ તેણે પોતાનુંધ્યાન રાખ્યું હશે, પરંતુ જ્યારે કોઈ દેશ આયાત પર સંપૂર્ણપણે નિર્ભર થઈ જાય છે, ત્યારે આવી સ્થિતિમાં જો તેની પાસે વિદેશી હૂંડિયામણ નથી, તો તે ભૂખમરોનુંજોખમ ઉભુ કરે છે.

શ્રીલંકા પાસે વિદેશી હૂંડિયામણ નથી

શ્રીલંકા પાસે વિદેશી હૂંડિયામણ નથી

શ્રીલંકા પાસે વિદેશી હૂંડિયામણ નથી, તેથી તે ન તો ક્રૂડ ઓઇલ ખરીદી શકે છે, ન ગેસ ખરીદી શકે છે, ન તો કાગળ ખરીદી શકે છે અને ન તો નાની સોય ખરીદી શકેછે.

આયાત પર નિર્ભરતા અને અન્ય દેશોમાંથી લીધેલા દેવાના કારણે શ્રીલંકાની આવક અને ખર્ચ વચ્ચે મોટો તફાવત સર્જાયો છે. શ્રીલંકાની રાજકોષીય ખાધ લગભગ11 ટકા છે.

આવક અને ખર્ચ વચ્ચેના તફાવતને રાજકોષીય ખાધ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો શ્રીલંકાની રાજકોષીય ખાધ 11 ટકા છે, તો તેનો અર્થ એ છે કેશ્રીલંકાએ દર 100 રૂપિયાની આવક માટે 111 રૂપિયા ખર્ચવા પડશે.

મહત્વની વાત એ છે કે, શ્રીલંકાની સરકાર પોતાના નાગરિકો પર સૌથી વધુ ખર્ચ કરતી નથી. તેનાબદલે, મહત્તમ ખર્ચ લોનની ચૂકવણી પર થાય છે. વર્ષ 2020માં શ્રીલંકાની સરકારે દેવું ચૂકવવા માટે દર 100 રૂપિયામાંથી 70 રૂપિયા ખર્ચ્યા હતા.

શ્રીલંકાની દુર્દશાનું સૌથી મોટું કારણ?

શ્રીલંકાની દુર્દશાનું સૌથી મોટું કારણ?

શ્રીલંકાની આ દુર્દશાનું સૌથી મોટું કારણ મફતનું રાજકારણ છે. વર્ષ 2019 માં જ્યારે શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીઓ યોજાઈ હતી, ત્યારે શ્રીલંકાના રાજપક્ષે પરિવારેજાહેરાત કરી હતી કે, જો તેમનો પક્ષ ચૂંટણી જીતશે, તો તે દેશમાં માલસામાન અને સેવાઓ પર વસૂલવામાં આવતા વેલ્યુ એડેડ ટેક્સ (VAT)ને અડધો કરી દેશે.

જ્યારે રાજપક્ષે પરિવારે ચૂંટણી જીતી, ત્યારે વચન આપેલ વેટ 15 ટકાથી ઘટાડીને 8 ટકા કરવામાં આવ્યો, જેના કારણે શ્રીલંકાને તેના જીડીપીના 2 ટકાનું નુકસાન થયુંહતું.

English summary
is The politics of freebies drowned Sri Lanka? Know the whole analysis?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X