For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ISIS એ કોઈ ખતરો નથી, તે એક મોટો માથાનો દુઃખાવો છે

તાલિબાનોએ 15 ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાનમાં પોતાનું શાસન જાહેર કર્યું હતું, પરંતુ હવે તાલિબાનોએ કહ્યું છે કે, ISIS અફઘાનિસ્તાન માટે માથાનો દુઃખાવો છે. જો કે તાલિબાને દાવો કર્યો છે કે, ISIS ને ખૂબ જ જલ્દી દબાવવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

કાબુલ : તાલિબાનોએ 15 ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાનમાં પોતાનું શાસન જાહેર કર્યું હતું, પરંતુ હવે તાલિબાનોએ કહ્યું છે કે, ISIS અફઘાનિસ્તાન માટે માથાનો દુઃખાવો છે. જો કે તાલિબાને દાવો કર્યો છે કે, ISIS ને ખૂબ જ જલ્દી દબાવવામાં આવશે, પરંતુ આ દિવસોમાં અફઘાનિસ્તાનના ઘણા ભાગોમાં તાલિબાન અને ISIS વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

ISIS

ISIS તાલિબાન માટે માથાનો દુઃખાવો છે

ટોલો ન્યૂઝ દ્વારા તાલિબાનના માહિતી અને સંસ્કૃતિ મંત્રી ઝબીઉલ્લાહ મુજાહિદને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, અમે દાઈશ (ISIS) ને ખતરો નથી માનતા, પરંતુ અમે તેને માથાનો દુઃખાવો કહીએ છીએ. તાલિબાને આ સપ્તાહની શરૂઆતમાં કાબુલના ઉત્તરીય ઉપનગરમાં ISIS સામે ઓપરેશન ચલાવામાં આવ્યું હતું. જેમાં ISIS - ખોરાસન શાખાના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. ISIS કેટલીક જગ્યાએ માથાનો દુઃખાવો કરે છે, પરંતુ દરેક ઘટના બાદ ISIS ના લોકોને મારવામાં આવી રહ્યા છે, અથવા તો તેઓ છૂપાઇ રહ્યા છે.

ISIS

ISIS સામે અભિયાન

અફઘાનિસ્તાનમાં સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર તાલિબાન દ્વારા ISISને નામશેષ કરવા માટે સતત ઓપરેશન કરવામાં આવી રહ્યા છે, જેમાં બંને પક્ષોના લોકો માર્યા રહ્યા છે. આત્મઘાતી બોમ્બરે ઈદગાહ મસ્જિદમાં વિસ્ફોટ કર્યા બાદ આ કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ઈદગાહ મસ્જિદમાં એક આત્મઘાતી બોમ્બરે પોતાને ઉડાવી દીધો હતો, જેમાં મસ્જિદમાં નમાજ પઢતા ઘણા નિર્દોષ લોકો માર્યા ગયા હતા. ત્યારથી તાલિબાન ISIS વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર ISISના પ્રવક્તા ઝબીઉલ્લાહની માતા માટે મસ્જિદમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે એક આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટ કર્યો હતો, જેમાં 10 લોકો માર્યા ગયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા.

ISIS

અલ કાયદા અને ISIS નું વિસ્તરણ

ગયા મહિને યુએસ લશ્કરી વડા જનરલ માર્ક મિલીએ પણ જણાવ્યું હતું કે, "વાસ્તવિક સંભાવના" છે કે, અલ કાયદા અને ISIS આગામી છથી 36 મહિનામાં અફઘાનિસ્તાનમાં ફરી સંગઠિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, જો કોઈને ISIS અને અલ કાયદાનો સૌથી મોટો ખતરો છે, તો તે ખતરો તાલિબાનને જ છે, તેથી તાલિબાન ઈચ્છે છે કે, તેઓ આ બે સંગઠનોને વિકસિત થવા ન દે. જો કે, સમસ્યા એ છે કે, તાલિબાનમાં શામેલ ઘણા લડવૈયાઓ ISIS - ખોરાસન અને અલ કાયદાના છે, તેથી તાલિબાન માટે આ બંને સંસ્થાઓને રોકવી મુશ્કેલ છે. તાલિબાન માટે બીજી મોટી સમસ્યા એ છે કે, આ બે સંગઠનોના મોટાભાગના લડવૈયાઓએ અફઘાનિસ્તાન સરકાર સામેની લડાઈમાં તાલિબાનને સમર્થન આપ્યો છે અને લડવૈયાઓ વચ્ચે મિત્રતા તેમજ સગપણ છે, તેથી તાલિબાન ઓપરેશનનું પરિણામ ખાસ સફળ નહીં થાય.

English summary
ISIS will be suppressed very soon, but these days there are ongoing encounters between the Taliban and ISIS in many parts of Afghanistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X