આતંકી સંગઠન ISISના નામ પર લોંચ થઇ લૉન્ઝરી!

isis
દુનિયાના સૌથી ખતરનાક આતંકવાદી સંગઠન આઇએસઆઇએસના નામ પર જો કોઇ કંપની મહિલાઓના અંડરગાર્મેટ્સ લોંચ કરી દે તો તે કંપનીની મૂર્ખતાને શું કહેશો. એનસમર્સ નામની કંપનીએ આઇએસઆઇએસ બેબી ડોલના નામથી મહિલાઓના અંડરગાર્મેટ્સની એક રેંજ લોંચ કરી છે. આ રેંજના કપડાઓનો રંગ પણ આઇએસઆઇએસના ઝંડા સાથે મેળ ખાય છે.

સીરિયા અને ઇરાકના એક મોટા ભાગ પર કબ્જો કરનાર આંતકી સંગઠન આઇએસઆઇએસના નામ પર અંડરવિયરની એક રેંજ લોંચ કરી છે. આ રેંજમાં મહિલાઓના અંડરગાર્મેંટ્સ ઉપલબ્ધ છે. એનસમર્સે 1400 રૂપિયામાં એક પેંટીથી લઇને 5000 રૂપિયા સુધીની કૈમી સસ્પેંડરને રજૂ કરી છે. આ પહેરવેશ 100થી વધારે સ્ટોર્સ અને વેબસાઇટ્સ પર પણ ઉપલબ્ધ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેરવેશને કાળા અને સફેદ રંગોમાં ઉતારવામાં આવ્યા છે, જે આ આતંકવાદી સંગઠનના ફ્લેગ સાથે મળતું આવે છે.

જોકે આ કંપનીએ વિવાદિત અંડરગાર્મેટ્સને લોંચ કરવા માટે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. પરંતુ કંપનીએ પોતાના બચાવમાં જણાવ્યું છે કે આ રેંજની પ્લાનિંગ આઇએસઆઇએસના ચર્ચામાં આવ્યાના ઘણા સમય પહેલા કરી લેવામાં આવી હતી.

આની સાથે જ કંપનીએ જણાવ્યું કે મિસ્ત્રમાં આઇએસઆઇએસ નામની એક સારી રાણી હતી જેણે પોતાના રાજાનું ભરપૂર સમર્થન કર્યું અને લોકો તેને પ્રજનન અને પ્રોસ્પેરિટીની દેવી કહે છે. આની સાથે જ કંપનીએ કોઇ પણ પ્રકારની આતંકવાદ સમર્થન નહીં કરવાની વાત કરી છે. જોકે કંપનીએ પોતાની અંડરવિયર રેંજની કલર સ્કીમ અંગે કોઇ જાણકારી આપી નહીં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X