ઇઝરાયલનો હમાસના હેડક્વાર્ટર પર હુમલો

ISRAEL
ગાઝા સિટી, 17 નવેમ્બરઃ ઇઝરાયલે હવાઇ હુમલો કરીને ગાઝાની હમાસ સરકારના મંત્રીમંડળના મુખ્યાલયને નિશાન બનાવ્યું છે. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે ભવનને ઘણું નુક્સાન પહોંચ્યુ છે.

સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું કે ઉત્તરી ગાઝા ઝબાલિયા શરણાર્થી શિવિરમાં હમાસના એક અધિકારીના ઘરને નિશાન બનાવીને કરવામાં આવેલા એક અન્ય હુમલામાંમાં ઓછામાં ઓછા 35 લોકો ઘાયલ થયા છે.

હમાસ સરકારે એક નિવેદનમાં કહ્યું છે કે મંત્રીમંડળને નિશાન બનાવીને ચાર વખત હુમલો કરવામાં આવ્યો છે. સરકારે પોતાના વલણ પર અડગ છે અને લોકો સાથે ઉભી છે. ઇઝારયલ સેનાના એક પ્રવક્તાએ કહ્યું કે આઇડીએફ(સેના)એ ગાઝામાં ઇસ્માઇલ હાનિયા(હમાસ પ્રધાનમંત્રી)ને મુખ્યાલયને નિશાન બનાવ્યું છે.

સૈન્ય પ્રવક્તાએ પોતાના અધિકારિક ટ્વિટર એકાઉન્ટ પર કહ્યું છે કે, છેલ્લા છ કલાકો દરમિયાન આઇડીએફે 85 અને આતંકી ઠેકાણાઓનો નિશાન બનાવ્યું છે. પ્રત્યક્ષદર્શીઓએ અને હમાસ અધિકારીઓએ જણાવ્યું કે ગાઝા સિટીની બાજુમાં નસીરનું મુખ્યાલય સંપૂર્ણ ધ્વસ્ત થઇ ગયું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X