ઇઝરાયલમાં નવો કાયદો , આતંકવાદીઓની નાગરીક્તા ખતમ કરવામાં આવશે
ઇઝરાયલની સરકારે મોટો નિર્ણય કર્યો છે. દેશમાં નવો કાયદો પાસ કરવામાં આવશે. જે અનુસાર જો કોઇ વ્યક્તિ આતંકવાદી ગતિવિધિમાં શામેલ હશે અને તે દોશીત સાબિત થશે તો તેની નાગરીક્તા ખતમ થઇ જશે.
ઇઝરાયલે આતંકવાદને ખતમ કરવા માટે એક પગલુ ઉઠાવ્યુ છે. હવે જે પણ વ્યક્તિ આતંવાદી પ્રવૃતિમાં સામેલ હથે. અને તે દોષી સાબિત થશે તો સજા આપવામાં આવશે અને તેની નાગરિક્તા પણ ખતમ કરવામાં આવશે. આવા લોકો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા તેમની અઝરાયલની નાગરીક્તા પણ ખતમ કરવાના ઇઝરાઇલમાં કાયદો પાસ કરવામાં આવ્યો છે. આ બિલના પક્ષમાં 94 મત પડ્યા હતા. જ્યારે તેના વિરુદ્ધમાં ફખ્ત 10 મત પડ્યા હતા. આ સાથે આ બિલમાં સસંદમાં પાસ કરી દેવામાં આવ્યુ હતુ. આ કાયદા બાદ આતંકવાદીઓને દેશ નિકાલ કરવામાં આવશે અથવા પૂર્વી જેરુસલમ મોકલવામાં આવશે.













Click it and Unblock the Notifications
