For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇઝરાયલ છે વિશ્વનું સૌથી મોટું ડ્રોન નિકાસકારઃ સર્વે

By Super
|
Google Oneindia Gujarati News

israel
જેરુશલેમ, 20 મેઃ એક વ્યવસાયિક સલાહકાર કંપનીના અધ્યયન અનુસાર છેલ્લા આઠ વર્ષમાં ઇઝરાયલ ડ્રોન વિમાનો(માનવ રહિત વિમાન)નુ સૌથી મોટુ નિકાસકાર રહ્યું છે અને તેણે આ સૌદાઓમાં તેને 4.6 અરબ ડોલરની કમાણી થઇ છે. જેમાં ઇઝરાયલનો ભારત સાથે તેના માનવ રહિત વિમાનોમાં સુધારો કરવાનો મોટો સૌદો સામેલ નથી.

હોરેત્જના અહેવાલ અનુસાર, ફ્રોસ્ટ એન્ડ સુલ્લીવન બિઝનેસ કન્સલટેન્ટ ફર્મના અધ્યયન અનુસાર ઇઝરાયલનું કુલ સેન્ય નિકાસમાં અંદાજે 10 ટકા ભાગ ડ્રોનના વેંચાણનો છે. અહેવાલ અનુસાર, માનવ રહિત વિમાનોના ઉપકરણોના નિકાસનું બજાર ઘણું ઉતાર-ચઢાવવાળુ હોય છે.

ઇઝરાયલે વર્ષ 2008માં ડ્રોન વિમાનો(ઉપકરણ સહિત)ના નિકાસથી 15 કરોડ ડોલરની કમાણી કરી હતી. જે આગામી વર્ષે(2009માં) વધીને 65 કરોડ ડોલર પહોંચી ગયુ. ફર્મ અનુસાર, વર્ષ 2010માં સૌથી વધારે નિકાસ નાના સર્વિલાન્સ વિમાનોમાં થયું. ઇઝરાયલે આ વર્ષે 97.9 કરોડ ડોલરનું રેકોર્ડ નિકાસ કર્યું છે.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2011થી ડ્રોનનું નિકાસ ઓછું થયું છે. વર્ષ 2011માં તે 62.7 કરોડ ડોલર જ્યારે વર્ષ 2012માં માત્ર 26 કરોડ ડોલર રહ્યું છે.

જોકે, ફર્મનું કહેવું છે કે, વર્ષ 2012માં નિકાસમાં ઇઝરાયલ અને ભારત વર્ષે તેના ડ્રોન વિમાનોના આધુનિકરણ માટે થયેલા સૌદાને જોડવામાં આવ્યો નથી. જો ભારત સાથેના સોદાને જોડવામાં આવે તો ઇઝરાયલનું વર્ષ 2012નું નિકાસ 10 કરોડ ડોલર વધી જશે.

અધ્યયન અનુસાર, ઇઝરાયલે વર્ષ 2005થી 2012 વચ્ચે પોતાના એક તૃતિયાંશ નિકાસ અબરબૈઝાન અને ભારત સહિત એશિયા પ્રશાંત ક્ષેત્રમાં કર્યો છે.

English summary
Israel is the world's largest exporter of unmanned aerial vehicles
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X