For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત સાથે સંબંધો પર બોલ્યા શ્રીલંકાના નવા પીએમ રાનિલ વિક્રમસિંઘે

શ્રીલંકાના નવા પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘેએ પોતાના દેશના ગંભીર પડકારોનો સામનો કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. જાણો ભારત સાથે સંબંધો પર શું કહ્યુ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ શ્રીલંકાના નવા પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘેએ પોતાના દેશના ગંભીર પડકારોનો સામનો કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલ શ્રીલંકાને નવા પ્રધાનમંત્રી મળવા સાથે આર્થિક સુધારાના સંકેત મળ્યા છે. અહીં સ્ટૉક એક્સચેન્જમાં પણ ત્રણ ટકાનો ઉછાળો આવ્યો છે.

ranil wickremesinghe

ચાર વાર શ્રીલંકાના પ્રધાનમંત્રી રહી ચૂકેલ રાનિલ વિક્રમસિંઘેએ એક વાર ફરીથી દેશના પીએમ પદની કમાન સંભાળી છે. તેમને રાષ્ટ્રપતિ ગોયાબાયા રાજપક્ષેએ પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા. શ્રીલંકા હાલમાં આર્થિક સંકટ અને હિંસા તેમજ રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહ્યુ છે. એવામાં અનુભવી ગણાતા રાનિલ વિક્રમસિંઘે પીએમ પદ પર આવવા ખૂબ જ મહત્વનુ માનવામાં આવી રહ્યુ છે. જો કે, તેમના માટે તે કાંટાથી ભરેલો તાજ છે. ખાસ વાત એ છે કે 225 સભ્યોની શ્રીલંકાની સંસદમાં રાનિલ વિક્રમસિંઘેની પાર્ટી યુનાઈટેડ નેશનલ પાર્ટી (UNP) પાસે માત્ર એક સીટ છે. પરંતુ તેમને અન્ય પક્ષોનું સમર્થન છે. શ્રીલંકા પોદુજાના પેરામુના (SLPP), વિપક્ષ સમગી જન બાલાવેગયા (SJB) ના જૂથ અને અન્ય કેટલાક પક્ષોએ સંસદમાં વિક્રમસિંઘેને ટેકો આપ્યો હોવાનું કહેવાય છે.

રાનિલ વિક્રમસિંઘે શ્રીલંકાના રાજકારણમાં જાણીતો ચહેરો છે. તેઓ યુનાઈટેડ નેશનલ પાર્ટીના એકમાત્ર સભ્ય છે જેઓ ચાર વખત શ્રીલંકાના વડાપ્રધાન બન્યા છે. આ પહેલા રાનિલ વિક્રમસિંઘે 7 મે 1993 થી 18 ઓગસ્ટ 1994, 8 ડિસેમ્બર 2001 થી 6 એપ્રિલ 2004, 9 જાન્યુઆરી 2015 થી 26 ઓક્ટોબર 2018 અને 15 ડિસેમ્બર 2018 થી 21 નવેમ્બર 2019 સુધી શ્રીલંકાના વડાપ્રધાન હતા. શ્રીલંકાના નવા વડા પ્રધાનની નિમણૂક અને ટાપુ રાષ્ટ્રમાં રાજકીય સ્થિરતાની અટકળો વચ્ચે બે દિવસના શટડાઉન પછી બજારમાં રિકવરીના સંકેત તરીકે તેને જોવામાં આવે છે. સાથે જ પીએમ વિક્રમસિંઘેએ ભારત-શ્રીલંકા સંબંધોમાં સુધારની વાત કરી છે.

English summary
It will be much better says Sri Lanka's new PM Ranil Wickremesinghe on India-Sri Lanka relations
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X