For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાનો કહેરઃ ઈટલીમાં 10,000ના મોત, યૂરોપમાં આંકડો 20 હજારને પાર

કોરોનાનો કહેરઃ ઈટલીમાં 10,000ના મોત, યૂરોપમાં આંકડો 20 હજારને પાર

|
Google Oneindia Gujarati News

રોમઃ કોરોના વાયરસે આખી દુનિયામાં કહેર મચાવી રાખ્યો છે. દુનિયાના 193 દેશો કોરોના મહામારી સામે જંગ લડી રહ્યા છે. પરંતુ કોરોનાએ ઈટલીને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. ઈટલીમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 10 હજારથી વધુ લોકોના જીવ ચાલ્યા ગયા છે. આ સંખ્યા આખી દુનિયામાં સૌથી વધુ છે. અત્યાર સુધી આખી દુનિયામાં 6 લાખથી વધુ લોકો કોવિડ-19 વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. દુનિયાભરમાં અત્યાર સુધી 30,000 લોકોના મોત કોરોનાના ઈન્ફેક્શનને કારણે થયાં છે.

ઈટલીમાં કોરોનાનો કહેર

ઈટલીમાં કોરોનાનો કહેર

ઈટલીમાં કોરોનાના લપેટામાં આવી જવાથી શનિવારે 889 લોકોના મોત થયાં જેનાથી કુલ આંકડો 10023 પર પહોચી ગયો છે. અગાઉ શુક્રવારે ભયાનક રેકોર્ડ નોંધાયો હતો જ્યારે એક જ દિવસમાં 970 લોકોના મોત થયાં. દેશમાં કુલ 92472 લોકો કોરનાના લપેટામાં આવી ચૂક્યા છે. યુરોપમાં કોરોના વાયરસથી 20 હજાર લોકોના જીવ ચાલ્યા ગયા છે. યુરોપમાં ઈટલી બાદ સ્પેન સૌથી વધુ પ્રભાવિત દેશ છે.

શનિવારે 889 લોકોના મોત

અમેરિકાની હાલત પણ કફોડી

અમેરિકાની હાલત પણ કફોડી

સ્પેનમાં પાછલા ચોવિસ કલાકમાં 832 લોકોના જીવ ચાલ્યા ગયા છે. અહીં મૃતકોની સંખ્યાનો આંકડો 5690 થઈ ગયો છે, 72248 સંક્રમિત છે. સ્પેનની હેલ્થ મિનિસ્ટ્રી મુજબ 72248 લોકોને ઈન્ફેક્શન થઈ ચૂક્યું છે, 475 લોકોને આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યા છે અને 12285 લોકો ઠીક થઈ ચૂક્યા છે. અગાઉ શુક્રવારે રેકોર્ડ 769 લોકોના મોત થયાં હતાં. જ્યારે જર્મનીમાં 56202 લોકો કોરોના પોઝિટિવ જણાયા જ્યારે 403ના મોત થયાં છે. ફ્રાન્સમાં 2517, ઈંગલેન્ડમાં 1019 અને નેધરલેન્ડ્સમાં 639 લોકોના મોત થયાં છે.

શું કોરોના વાયરસ થર્ડ સ્ટેજમાં પહોંચી ગયું, ભારત સરકારે આ જવાબ આપ્યોશું કોરોના વાયરસ થર્ડ સ્ટેજમાં પહોંચી ગયું, ભારત સરકારે આ જવાબ આપ્યો

English summary
Italy's coronavirus toll tops 10,000, official says
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X