For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પર્યટકોને લુભાવવા જાપાનની પહેલ, મોજ મસ્તીનો અડધો ખર્ચો ઉઠાવશે સરકાર

પર્યટન સેક્ટરને પાટા પર લાવવા માટે અલગ અલગ દેશોની સરકારો વિવિધ પ્રકારના પગલા લઈ રહી છે. જાણો જાપાન વિશે...

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસે લગભગ આખી દુનિયાને અટકાવી દીધી છે. સૌથી વધુ અસર જો કોઈ સેક્ટર પર પડી હોય તો તે છે પર્યટન. હવે આ સેક્ટરને પાટા પર લાવવા માટે અલગ અલગ દેશોની સરકારો વિવિધ પ્રકારના પગલા લઈ રહી છે. ગયા મહિને ઈટલીએ પોતાના પર્યટનને પ્રોત્સાહન આપવા માટે એરલાઈન્સનુ ભાડુ અડધુ કરી દીધુ હતુ. હવે જાપાને પણ આ રીતની એક લોભામણી ઑફર આપી છે. જાપાનની ટુરિઝમ એજન્સીએ નિર્ણય કર્યો છે કે ટુરિસ્ટોના બજેટનો અમુક ભાગ તે ખુદ ઉઠાવશે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો આ મહામારી બાદ જો તમે જાપાન ફરવા જશો તો તમારા ખર્ચના અડધા પૈસા ત્યાંની સરકાર આપશે. જો કે હજુ આની વિસ્તૃત માહિતી સામે આવી નથી પરંતુ આને પર્યટનમાં સુધારની દિશામાં સારો નિર્ણય માનવામાં આવી રહ્યો છે.

અત્યારે આ પર્યટકો પર થશે લાગુ

અત્યારે આ પર્યટકો પર થશે લાગુ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ યોજના માત્ર ઘરેલુ પર્યટકો પર લાગુ થશે. જો કે અમુક લોકોનુ કહેવુ છે કે ટ્રાવેલ બેન હટ્યા બાદ ઈન્ટરનેશનલ પર્યટકોના પેકેજમાં પણ રાહત આપવામાં આવી શકે છે. જે અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે તે મુજબ આ યોજના પર જાપાનને કુલ 12.5 અબજ ડૉલરનો ખર્ચો આવશે. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે 2020 જુલાઈથી આને લાગુ પણ કરવામાં આવી શકે છે.

ઈટલીમાં ત્રણ દિવસ હોટલ બુક પર એક દિવસના પૈસા સરકાર આપશે

ઈટલીમાં ત્રણ દિવસ હોટલ બુક પર એક દિવસના પૈસા સરકાર આપશે

ઈટલીએ ગયા મહિને એવી ઑફર કાઢી હતી. ઘોષણામાં કહેવામાં આવ્યુ હતુ કે મહામારી બાદ ઈટલી આવનારા પર્યટકોને એરલાઈન ટિકિટના અડધા પૈસા સરકાર આપશે. એનો અર્થ એ કે પર્યટકોને ભાડુ માત્ર અડધુ આપવાનુ રહેશે. એટલુ જ નહિ જો તમે હોટલમાં ત્રણ દિવસ રહો તો એક દિવસુ બિલ પણ ઈટલીની સરકાર આપશે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસે ઈટલીમાં પણ જોરદાર વિનાશ કર્યો છે. જો કે ત્યાં હવે સ્થિતિ કાબુમાં છે.

કોરોના વાયરસથી શું છે જાપાનન સ્થિતિ

કોરોના વાયરસથી શું છે જાપાનન સ્થિતિ

કોરોના વાયરસ પર કાબુ મેળવવામાં જાપાન એક હદ સુધી સફળ રહ્યુ છે. અહીં હજુ પણ સંક્રમણના માત્ર 16,433 કેસ જ સામે આવ્યા છે જેમાંથી 784 લોકોના મોત થઈ ચૂક્યા છે. જો કે ત્યાં ઘણા પ્રકારના પ્રતિબંધો હજુ પણ છે જેનાથી ત્યાંની અર્થવ્યવસ્થાને ખાસ્સુ નુકશાન પહોંચ્યુ છે. આની ભરપાઈ માટે જાપાન તરફથી આ પગલુ ઉઠાવવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે જાપાન દુનિયાનો ચોથો સૌથી મોટો દ્વીપિય દેશ છે જેમાં લગભગ 6852 દ્વીપ શામેલ છે.

કોણ છે એ મહિલા જે સોનૂ સૂદ સાથે પ્રવાસી મજૂરોની મદદ કરી રહી છેકોણ છે એ મહિલા જે સોનૂ સૂદ સાથે પ્રવાસી મજૂરોની મદદ કરી રહી છે

English summary
Japan Govt will Cover Half Expenses of Your tour After Coronavirus Pandemic.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X