...અને અચાનક સામે આવી ગયું UFO: પાયલોટ
લંડન, 6 જાન્યુઆરી: વિશ્વ પ્રસિદ્ધ હીથ્રો હવાઇ મથકથી 32 કિમી દૂર હજારો ફૂટની ઉંચાઇ પર એક પાયલોટનો જીવ ત્યારે ગળે આવી ગયો જ્યારે એક યૂએફઓ વિમાન સાથે અથડાતા બચી ગઇ. જેટના એ-320 વિમાનના પાઇલોટના કહેવા પ્રમાણે અમે લગભગ 34000 ફૂટની ઉંચાઇ પરથી જ્યારે રગ્બીના બોલના આકારની એક અજબ પ્રકારની વસ્તુ અમારા વિમાન સામે ઝડપથી આવી રહી હતી. અમારી પાસે રિએક્ટ કરવાનો સમય ખૂબ જ ઓછો હતો, પરંતુ યૂએફઓ વિમાનની બાજુમાંથી નીકળી ગયું.
જોકે રિસર્ચમાં એ જાણવા નથી મળ્યું કે યૂએફઓ હતું કે શું હતું? પાઇલોટના જણાવ્યા પ્રમાણે અમારી પાસે કઇ રિએક્ટ કરવાનો સમય જ ન્હોતો. જો તે વસ્તુ પ્લેન સાથે અથડાઇ જાત તો વિમાન હવામાં જ ક્રેશ થઇ જતું.

લંડન વિમાનન વિભાગમાં આવી જ અન્ય ઘટનાઓનું અધ્યયન કરવામાં આવી રહ્યું છે, જેનાથી આવી ઘટનાઓથી ભવિષ્યમાં બહાર નીકળી શકાય અને લોકોને સુરક્ષિત તેમના સ્થળે પહોંચાડી શકાય.












Click it and Unblock the Notifications
