રશિયા સામે ભારતના વલણ પર જો બાઈડેને ઉઠાવ્યા સવાલ, કહી દીધી આ વાત

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને રશિયા સામે ભારતના વલણને લઈને કડક ટિપ્પણી કરી છે.

વૉશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને રશિયા સામે ભારતના વલણને લઈને કડક ટિપ્પણી કરી છે. બાઈડેને કહ્યુ કે ભારત અમેરિકાના મુખ્ય સાથીઓમાં અપવાદ સ્વરૂપ છે, યુક્રેન પર હુમલો કરનાર રશિયાને દંડિત કરવા માટે પશ્ચિમી દેશોએ પ્રતિબંધ લગાવ્યાછે પરંતુ ભારત આ બાબતે અમુક હદ સુધી અસ્થિર છે. બાઈડેને કહ્યુ કે ક્વાડમાં જાપાન અને ઑસ્ટ્રોલિયા પુતિનના આક્રમણકારી વલણ સામે ઘણા કડક રહે છે. પરંતુ ભારત એક અપવાદ છે જેનુ આ મામલે વલણ અમુક હદ સુધી ડગમગી રહ્યુ છે.

biden-modi

તમને જણાવી દઈએ કે યુક્રેન પર હુમલો કર્યા પછી રશિયા સામે અમેરિકા સહિત તમામ પશ્ચિમ દેશોએ ઘણા કડક પગલા લીધા અને આર્થિક પ્રતિબંધ લગાવ્યા છે. તમામ મોટી કંપનીઓએ રશિયામાં પોતાનો બિઝનેસ બંધ કરી દીધો છે. યુએનમાં પણ આ દેશોએ રશિયાને ઘેરવાની કોશિશ કરી અને તેની સામે વોય પણ કર્યો પરંતુ ભારતે આ બાબતે તટસ્થતાની નીતિ અપનાવી છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સામે એકતા બતાવવા માટે જો બાઈડેને નાટો દેશ, યુરોપિયન યુનિયન અને અમેરિકી સાથીઓની પ્રશંસા કરી. પરંતુ જે રીતે ક્વાડ સભ્યોમાંથી એક ભારતે રશિયા સાથે તેલ ખરીદવાનો નિર્ણય કર્યો અને યુએનમાં રશિયા સામે વોટ કરવાથી અંતર જાળવ્યુ તેને લઈને જો બાઈડને ભારત પર નિશાન સાધ્યુ છે. યુએસ બિઝનેસ લીડર્સની બેઠકને સંબોધિત કરીને બાઈડેને કહ્યુ કે ભારતનુ રશિયા સામે વલણ ઢચુપચુ રહ્યુ છે. વળી, નાટો આ પહેલા ક્યારેય આટલુ શક્તિશાળી અને એક નહોતુ જેટલુ આજે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X