યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે જો બાઈડેને ફોન પર કરી વાત, આપ્યો આ વાતનો ભરોસો
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને શનિવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંસ્કીએ ફોન પર વાત કરી છે.
વૉશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને શનિવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંસ્કીએ ફોન પર વાત કરી છે. આ દરમિયાન બંને વચ્ચે યુક્રેનને આર્થિક મદદ અને સુરક્ષા આપવાને લઈને ચર્ચા થઈ. આ સપ્તાહમાં બંને નેતાઓ વચ્ચે આ બીજી મુલાકાત છે. ઝેલેંન્સ્કીએ ટ્વિટ કરીને આ વિશે માહિતી આપી. તેમણે ટ્વિટ કરીને લખ્યુ, નિરંતર સંવાદના હિસ્સા રૂપે મારી રાષ્ટ્રપતિ સાથે વાતચીત થઈ. આ દરમિયાન યુક્રેનને સુરક્ષા, નાણાકીય સહયોગ અને રશિયા પર આગળ વધુ પ્રતિબંધ લગાવવાના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ.

વળી, વ્હાઈટ હાઉસના પ્રેસ તરફથી જે માહિતી શેર કરવામાં આવી છે તેમાં કહેવામાં આવ્યુ છે કે રાષ્ટ્રપતિ બાઈડેન અને ઝેલેંન્સકી વચ્ચે લગભગ અડધો કલાક વાતચીત થઈ. તમને જણાવી દઈએ કે ગુરુવારે બાઈડેનને ઝેલેંન્સ્કી તરફથી જેપોરિજિયા ન્યૂક્લિયર પાવર પ્લાન્ટની માહિતી આપવામાં આવી હતી. રશિયાની સેનાએ પાવર પ્લાન્ટ પર હુમલો કર્યો હતો. ગુરુવારે બાઈડેન અને ઝેલેંન્સ્કી વચ્ચે વાતચીત થઈ હતી. વળી, શનિવારે ઈઝરાયેલના પ્રધાનમંત્રી નફ્તાલી બેનેટે પણ રાષ્ટ્રપતિ ઝેલેંન્સ્કી સાથે વાત કરી હતી. ત્યારબાદ ઈઝરાયેલના પ્રધાનમંત્રીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે પણ શનિવારે વાતચીત કરી હતી.
જો બાઈડેને કહ્યુ કે અમે કોંગ્રેસ સાથે મળીને યુક્રેન માટે ફંડ ભેગુ કરવા માટે કામ કરી રહ્યા છે. મહત્વની વાત છે કે ઝેલેંન્સ્કીએ અમેરિકા અને અન્ય યુરોપીય દેશોને યુક્રેનમાં નો ફ્લાઈ ઝોન તૈયાર કરવા માટે કહ્યુ હતુ પરંતુ અમેરિકા અને અન્ય નાટો દેશોએ તેમની આ માંગનો અસ્વીકાર કરી દીધો હતો. ફોન પર વાતચીત દરમિયાન પણ બાઈડેને ઝેલેંન્સ્કીએ આ અંગે ચર્ચા ના કરી. તેમણે રશિયા પર વધુ આર્થિક પ્રતિબંધોને લગાવવાની વાત કરી.












Click it and Unblock the Notifications
