For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કતારપુર કોરીડોર: ગુરૂદ્વારામાં દર્શન કરવા જવા માટેની આ છે પ્રક્રીયા, જાણો વિગતો

ભારત અને પાકિસ્તાન વચ્ચે કરતારપુર કોરિડોર પર 24 ઓક્ટોમ્બરે કરાર થયો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને જાહેરાત કરી છે કે કરતારપુર કોરિડોર 9 નવેમ્બરે ઔપચારીક રીતે ભક્તો માટે ખોલવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

ભારત અને પાકિસ્તાન વચ્ચે કરતારપુર કોરિડોર પર 24 ઓક્ટોમ્બરે કરાર થયો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને જાહેરાત કરી છે કે કરતારપુર કોરિડોર 9 નવેમ્બરે ઔપચારીક રીતે ભક્તો માટે ખોલવામાં આવશે. જો તમારે આ ગુરુદ્વારાની મુલાકાત લેવી હોય તો તમે ગૃહ મંત્રાલયની વેબસાઇટ પર નોંધણી કરાવી શકો છો.

kartarpur sahib corridor

રજિસ્ટ્રેશન માટે પોર્ટલ શરૂ કરાયુ

ભારત અને પાકિસ્તાન વચ્ચેના કરાર પર હસ્તાક્ષર સાથે નોંધણી રજિસ્ટે્રેશન પણ શરૂ થઈ ગયુ છે. ભક્તો માટે રજિસ્ટ્રેશન સુવિધા ગૃહ મંત્રાલય તરફથી ઓનલાઇન શરૂ થઈ ગઇ છે. ભક્તો prakashpurb550.mha.gov.in પર જઈને નોંધણી કરાવી શકશે. મંત્રાલયના ત્રણ દિવસ પહેલા એસએમએસ અથવા ઇમેઇલ દ્વારા ભક્તોને માહિતી આપવામાં આવશે. કરતારપુર કોરિડોર ખુલ્યા પછી, ભારતીય યાત્રાળુઓને ગુરુનાનક દેવે જ્યાં તેમના જીવનની અંતિમ ક્ષણો વિતાવી હતી તે ગુરૂદ્વારામાં જવાની મંજૂરી આપવામાં આવશે. આ કરાર પર સરહદ પર ઝીરો લાઇન પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

શું છે દર્શનની પુરી પ્રક્રીયા

  1. આ કોરિડોરનો ઉપયોગ તમામ ધર્મો અને ભારતીય મૂળના લોકો કરી શકશે.
  2. મુસાફરી વિઝા મફત રહેશે અને યાત્રાળુઓ પાસે માન્ય પાસપોર્ટ હોવો જરૂરી છે.
  3. સવારથી સાંજ સુધી કોરિડોર ખુલ્લો રહેશે. સવારે જતા યાત્રાળુઓને તે જ દિવસે પરત ફરવું પડશે.
  4. કોરિડોર સૂચિત દિવસો સિવાય આખું વર્ષ ખુલ્લો રહેશે.
  5. દર્શન કરવા જનારા ભક્તોની યાદી 10 દિવસ પહેલા ભારતથી પાકિસ્તાન મોકલવામાં આવશે.
  6. આ પછી, મુસાફરને તેની મુસાફરીની તારીખના ચાર દિવસ પહેલાં જાણ કરવામાં આવશે.

આ પણ વાંચો: કતારપુર કોરિડોર: ભારત-પાકિસ્તાન બોર્ડર પર હશે ઝીરો લાઇન

English summary
kartarpur sahib corridor, what is process of online registration
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X