For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કતારપુર કોરિડોર: ભારત-પાકિસ્તાન બોર્ડર પર હશે ઝીરો લાઇન

ભારત અને પાકિસ્તાન કતારપુર કોરિડોર પર 24 ઓક્ટોમ્બરના રોજ સમજોતો કરશે.

|
Google Oneindia Gujarati News

ભારત અને પાકિસ્તાન કતારપુર કોરિડોર પર 24 ઓક્ટોમ્બરના રોજ એક સંધિ કરશે. કતારપુર કોરિડોર ખુલ્યા બાદ ભારતિય તિર્થયાત્રીઓને એ ગુરૂદ્વારાના દર્શનની મંજુરી મળી શકશે જ્યા ગુરૂ નાનક દેવે પોતાની જીંદગીના છેલ્લા દિવસો ગાળ્યા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર કોરિડોરથી જોડાયેલી એક સમજુતી તેના છેલ્લા ચરણમાં છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન તરફથી જાહેરાત કરવામાં આવી છેકે આગામી 9 નવેમ્બરે કતારપુર કોરિડોરને ઔપચારીક રીતે શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે.

Kartarpur corridor

24 ઓક્ટોમ્બરે થશે સંધિ

જે લોકો આ મામલા પર ધ્યાન રાખી રહ્યા છે તેમણે જણાવ્યું હતું કે આ સંધિ અનુસાર બોર્ડર પર એક ઝીરો લાઇન હશે. આ ઝીરો લાઇન એ વાતનો ઇશારો કરે છેકે બન્ને દેશ પ્રોટોકોલ અંતર્ગત કોઇ પણ ઔપચારીક કાર્યક્રમ માટે ઇચ્છુક નથી. ભારત તરફ થી પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો કે આ સમજોતાને 23 ઓક્ટોમ્બરે સાઇન કરવામાં આવે. પરંતું પાકિસ્તાનના આંતરીક મુદ્દાઓના કારણે તેમણે આ વાતની મનાઇ કરી હતી. ભારત તરફથી ગૃહ મંત્રાલયના સચિવ SCL દાસ આ કાર્યક્રમમાં શામેલ થશે. પાકિસ્તાન તરફથી તેમના વિદેશ વિભાગના દક્ષિણ એશિયા મામલાઓના ડાયરેક્ટર મોહમ્મદ ફૈઝલ આ કાર્યક્રમમાં હાજર રહેશે. બન્ને દેશો તરફથી કોઇ પણ પ્રકારનો કાર્યક્રમ કરવામાં આવશે નહી અને બન્ને દેશોના નેતાઓ તેમની બોર્ડર પાર કરશે નહી.

કતારપુર સાહિબ જવા માટે પાકિસ્તાને નક્કી કરી છે એન્ટ્રી ફી

પાકિસ્તાન કતારપુર સાહિબમાં શ્રદ્ધાળુઓ પાસેથી એન્ટ્રી ફી તરીકે 20 ડોલર એટલે કે 1428 રૂપિયા વસુલ કરશે. ઉલ્લેખનિય છેકે ભારતિય વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને એન્ટ્રી ફી ઘટાડવા માટે વાત કરી હતી. આના જવાબમાં પાકિસ્તાને કહ્યું હતું કે આ ફી સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટક્ચર માટે જરૂરી છે. આ જોતા એવુ લાગી રહ્યું છેકે પાકિસ્તાને કોરીડોરને આર્થિક સંકટથી લડવાના સાધન તરીકે લીધું છે. પાકિસ્તાને સિખ શ્રદ્ધાળુઓ પાસેથી ફીસ અને પ્રસાદના નામ પર સારી એવી રકમ વસુલ કરવાની યોજના બનાવી છે. ગુરૂનાનક સિખ ધર્મના સંસ્થાપક હતા અને તેમણે લાહોરમાં આવેલા ગુરૂદ્વારા દરબાર સાહિબમાં છેલ્લા શ્વાસ લીધા હતો. કતારપુર સાહિબમાં આવતા ભક્તો માટે પ્રસાદની કિંમત પાકિસ્તાને નક્કી કરી છે. શ્રદ્ધાળુએ 100 ગ્રામ પ્રસાદ માટે 151 રૂપિયા ચુકવવા પડશે.

આ પણ વાંચો: ચંદ્રયાન-2: લેંડર વિક્રમને લઇને નાસાએ આપ્યું મોટુ નિવેદન

English summary
Kartarpur corridor: There will be a zero line at the place of India-Pakistan border
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X