For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું કોમામા ચાલ્યા ગયા છે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન? ઉઠી રહ્યા છે સવાલો

શું કોમામા ચાલ્યા ગયા છે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન? ઉઠી રહ્યા છે સવાલો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના સ્વાસ્થ્યને લઈ પાછલા કેટલાય દિવસોથી વિવિધ પ્રકારના સમાચારો સામે આવી ચૂક્યા છે. જણાવી દઈએ કે 12 એપ્રિલે કિમ જોંગ ઉનની હાર્ટ સર્જરી થઈ હતી. જે બાદથી જ જોંગના સ્વાસ્થ્ય વિશે સ્પષ્ટ જાણકારી મળી રહી નથી. કેટલાય એવા રિપોર્ટ સામે આવ્યા છે જેમાં કિમ જોંગનું ઓપરેશન સફળ ના રહ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. ઓપરેશન બાદ કિમ જોંગની તસવીર કે તેનું કોઈ નિવેદન પણ સામે આવ્યું નથી, જેના કારણે વિવિધ અટકળો લગાવાઈ રહી છે.

ઓપરેશન બાદ તબિયત બગડી

ઓપરેશન બાદ તબિયત બગડી

તમામ રિપોર્ટ મુજબ કિમ જોંગ ઉનનું મોત થઈ ચૂક્યું છે. જો કે આની હજી સુધી પુષ્ટિ થઈ શકી નથી. પરંતુ આ સ્પષ્ટ છે કે કિમ જોંગ ઉનની તબિયત ઠીક નથી, હાર્ટ ઓપરેશન બાદ કિમ જોંગ ઉન કોમામા છે. રિપોર્ટ મુજબ ચીનના મેડિકલ એક્સપર્ટને કિમ જોંગ ઉનના ઈલાજ માટે નોર્થ કોરિયા મોકલવામાં આવ્યા હતા. પરંતુ પાછલા બે અઠવાડિયાથી તેમને હજી સુધી નથી જોઈ શકાયા. અટકળોનું બજાર એટલા માટે ગરમ છે કેમ કે કિમ જોંગ ઉન પોતાના દાદા કિમ 2- સુંગના જન્મદિવસના મહત્વના અવસર પર પણ લોકો સામે નહોતા આવી શક્યા. મહત્વની વાત એ છે કે કિમ 2 સુંગે નોર્થ કોરિયાની સ્થાપના કરી હતી.

ઓપરેશન બાદ મોત થયું

ઓપરેશન બાદ મોત થયું

માનવામાં આવી રહ્યું છે કે કિમ જોંગ ઉનની તબિયત ઘણી ખરાબ છે, જેના કારણે 12 એપ્રિલે તેનું ઓપરેશન કરવામમાં આવ્યું હતું. એવી વાતો થઈ રહી હતી કે ડરના કારણે ડૉક્ટરના હાથ ધ્રૂજી રહ્યા હોવાના કારણે કિમ જોંગ ઉનની અંદર સ્ટેન્ડ નાખવાની પ્રક્રિયા નિષ્ફળ રહી. હોંગકોંગના એક વરિષ્ઠ પત્રકારે દાવો કર્યો કે કિમનું મોત થઈ ચૂક્યું છે. આના માટે તેમણે એક પુખ્તા સૂત્રનો હવાલો પણ આપ્યો છે. શુક્રવારે દક્ષિણ કોરિયા સરકારના સૂત્રએ કહ્યું કે તેમનું માનવું છે કે કિમ જીવે છે અને જલદી જ લોકો સામે આવશે. અમેરિકાનના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પણ શુક્રવારે કહ્યું હતું કે કિમ જોંગને લઈ જે રિપોર્ટ સામે આવ્યા છે તે ખોટા હોય તેવું લાગી રહ્યું છે.

કોણ છે કિમ

કોણ છે કિમ

જણાવી દઈએ કે કિમ જોંગ ઉનનો જન્મ 8 જાન્યુઆરી 1982ના રોજ થયો હતો. દક્ષિણ કોરિયાના ગુપ્તચર એજન્સીઓનું માનવું છે કે તેમનો જન્મ 1982 બાદ થયો હતો. સ્વિસ સ્કૂલના રેકોર્ડ મુજબ કિમનો જન્મ 5 જુલાઈ 1994માં થયો હતો. કિમ જોંગ ઉનની લંબાઈ 5'7 ફીટ છે. તે નોર્થ કોરિયાનો તાનાશાહ છે. કિમ જોંગ જર્મન, અંગ્રેજી જાણે છે. સિંગાપુરમાં કિમે પાછલા વર્ષે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત કરી હતી. કિમના બે ભાઈ બહેન છે, મોટા ભાઈનું નામ કિમ જોંગ-ચુલ છે, જ્યારે બહેનનું નામ યો જોંગ છે.

ગુજરાતઃ કોરોના ફ્રી થયેલી રાજધાનીમાં ફરીથી મળ્યો દર્દી, કુલ 127 મોતગુજરાતઃ કોરોના ફ્રી થયેલી રાજધાનીમાં ફરીથી મળ્યો દર્દી, કુલ 127 મોત

English summary
North Korea tyrant Kim Jong Un died or in a vegetative state after a botched heart operation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X