18 વર્ષ પછી ભારત પાકિસ્તાન હશે સામ-સામે, કારણ કૂલભૂષણ

Posted By:
Subscribe to Oneindia News

ભારત અને પાકિસ્તાન સોમવારે 18 વર્ષ પછી આંતરાષ્ટ્રીય ન્યાયાલય એટલે કે આઇસીજેની સામે હશે. જ્યાં ભારતને પૂરી દુનિયાની સામે કુલભૂષણ જાધવ (ઉંમર 46)ને નિર્દોષ સાબિત કરવો પડશે. અને સાથે જ ભારતે તે સાબિત કરવું પડશે કે પાકિસ્તાને કૂલભૂષણ જાધવને જાસૂસીના ખોટા કેસમાં ફસાયો છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની સૈન્ય અદાલતે ગત મહિને જાધવને મોતની સજા સંભળાવી હતી. આ પહેલા 1999માં પાકિસ્તાનની નૌસેનિક વિમાનને પાડી દેવાના મામલે બન્ને દેશો આ ન્યાયલયની સામે આવ્યા હતા.

kulbhushan jadhav

સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખ ન્યાયિક જજ સોમવારે નેંધરલેન્ડના પીસ પેલેસ ખાતે ગ્રેટ હોલ ઓફ જસ્ટિસમાં આ મામલે સાર્વજનિક સુનવણી શરૂ કરશે. ઉલ્લેખનીય છે કે ભારતે 8 મેના રોજ આ મામલે આંતરાષ્ટ્રીય અદાલતમાં અરજી કરી હતી. જેમાં ભારતે પાકિસ્તાન પર આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાન વિએના સમજૂતીનું ઉલ્લંધન કરીને પૂર્વ નૌસેનિક અધિકારીથી રાજનૈતિક સંપર્ક કરવાની અરજીને નકારી રહ્યું છે સાથે જ કૂલભૂષણના પરિવારને વીઝા આપવા અંગે પણ કોઇ જવાબ નથી આપી રહ્યું.

નોંધનીય છે કે આ પહેલા પણ કચ્છની સીમામાં જે પાકિસ્તાની વિમાનને ભારતીય સેના હેઠળ પાડી દેવામાં આવ્યું હતું. અને જેમાં 16 પાક. સૈનિકોની મોત થઇ હતી. તેમાં પણ આંતરાષ્ટ્રીય કોર્ટે પાકિસ્તાનની અરજી ફગાવી હતી. અને 14-2ના મતે ભારતની આ કેસમાં વિજય થઇ હતી. વળી તમે બપોરે 1:30 આ કેસનું લાઇવ પ્રસારણ પણ જોઇ શકો છો. જે માટે તમારે webtv. un.org પર લોગઇન કરવું પડશે. વધુમાં આઇસીજેની અધિકૃત વેબસાઇટ પર પણ તમે તેનું સીધુ પ્રસારણ જોઇ શકો છો.

English summary
Kulbhushn jadhav case India-Pakistan at ICJ after 18 years. Read more about it here.
Please Wait while comments are loading...