17 બાળકો પર બળાત્કાર કરનાર દાનવને જાહેરમાં ફાંસી પર લટાકાવાયો

કુવૈત સરકારે છેલ્લા 12 વર્ષોથી મોતની સજા પરની રોક હટાવી લીધી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર અહમદ અબ્દુલસલામ અલ બાલી અને હજ્જાજ સાદીને દેશની મુખ્ય જેલની બહાર બનેલા કાર પાર્કિંગમાં લટકાવી દેવામાં આવ્યા.
બન્ને આરોપીઓ હત્યા અને બળાત્કારના દોષી હતા. 33 વર્ષીય સાદીએ 18 વર્ષના યુવક સાથે બળાત્કાર કર્યો અને બાલીએ બે એશિયન મૂળના જોડાને આગ લગાવીને જીવતા સળગાવી દીધા હતા, જે બદલ તેમને સજા ફટકારવામાં આવી. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યા પ્રમાણે બાળકો સાથેની હેવાનિયતના મામલામાં દોષી ઠેરવાયેલા હજાજ સાદીએ ફાંસી પર લટકાવવામાં આવ્યો તેના પહેલાં ફરિયાદ કરી હતી કે ઇજિપ્ત સરકારે તેની કોઇ મદદ કરી નથી.
અધિકારીઓએ જણાવ્યું કે સાદીએ 17 સગીરો સાથે દુષ્કર્મનો ગુન્હો સ્વિકારી લીધો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર આ હૈવાને જુલાઇ 2007માં કુવૈત પોલીસે હવાઇ મથકેથી એ સમયે પકડી લીધો હતો, જ્યારે તે ઇજિપ્ત ભાગવાની તૈયારીમાં હતો. ત્યારે તેણે સ્વિકાર કર્યો હતો કે તેણે બળાત્કર કર્યો છે, પરંતુ તે પોલીસ તરફથી દબાણ કરવામાં આવ્યુ હોવાનો આરોપ મુકીને પોતાના નિવદેનથી ફરી ગયો હતો.












Click it and Unblock the Notifications
