ન્યૂયોર્કમાં વિમાન ક્રેશ, 10ને ઇજા

હવાઇ મથકો મહાપ્રબંધક ટોમ બોસ્કોએ જણાવ્યું કે, લૈશવિલથી આવી રહેલી સાઉથવેસ્ટ એરલાઇનની ફ્લાઇટ 345નું વિમાન, બોઇંગ 737, રનવે પર લપસી ગયું હતું. તત્કાળ સેવાના વાહનો દ્વારા વિમાનને ઘેરી લઇને, તેમાં સવાર 143 લોકોને બહાર કાઢ્યા હતા.
હવાઇ મથકને અસ્થાઇ રીતે બંધ કરી દેવામાં આવ્યું હતું, જો કે, બાદમાં ફરી ચાલું કરી દેવામાં આવ્યું છે. બોસ્કોએ જણાવ્યું કે, લેન્ડિંગ સમેય વિમાનના આગળા પૈડા તૂટી ગયા હતા અને આ દુર્ઘટના ઘટી હતી.
તેમણે જણાવ્યું કે, રનવે પર થોડેક સુધી ઘસડાયા બાદ વિમાન રોકાયુ હતુ. અમે આ રનવેને થયેલા નુક્સાન અંગે માહિતી મેળવી રહ્યાં છીએ અને આશા છે કે તેને થોડા સમયની અંદર ફરીથી સંપૂર્ણપણે ખોલી દેવામાં આવશે. તેમણે જણાવ્યું કે, યાત્રીઓને મુખ્ય ટર્મિનલ સુધી લઇ જવામાં આવ્યા, જ્યાં તેઓ તેમના પરિવારજનોને મળ્યા.












Click it and Unblock the Notifications
