અમેરિકાના લાસ વેગાસમાં ગોળીબાર, 50થી વધુ લોકોના મૃત્યુ

Written By:
Subscribe to Oneindia News

અમેરિકાના લાસ વેગાસમાં ગોળીબાર થયો હતો. જેમાં એએફપીના અહેવાલ અનુસાર પચાસથી પણ વધુ લોકોના મૃત્યુ થયા છે. સોમવારે લાસ વેગાસમાં એક બંદુકધારકે માંડલે બે રિસોર્ટના કેસિનોમાં હુમલો કર્યો હતો. લાસ વેગાસમાં યોજાયેલ કંટ્રી મ્યૂઝિક ફેસ્ટિવલમાં હુમલાખોર ઘુસ્યો હતો અને મશીનગનથી ગોળીબાર કર્યો હતો. પોલીસે પણ જવાબ કાર્યવાહી શરૂ કરી હતી. આ ઘટનામાં મોટી સંખ્યામાં જાન-માલનું નુકસાન થયુ હોવાની આશંકા છે.

las vegas firing

લાસ વેગાસના મેટ્રોપોલિટન પોલીસે ટ્વીટર પર લખ્યું હતું કે, અમે માંડલે બેની આજુબાજુ સક્રિય શૂટરની ઉપસ્થિતિની તપાસ કરી રહ્યાં છીએ. સમાચાર એજન્સિ એપી અનુસાર, ડઝનોની સંખ્યમાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સુરક્ષા એજન્સિઓને સૂચના મળી છે કે, રૂટ 91 હાર્વેસ્ટ ફેસ્ટિવલ પાસે એક સક્રિય શૂટર છે. પોલીસે તેને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.

English summary
Las Vegas Shooting: Two dead several injured.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.