રાષ્ટ્રપતિ ચૂંટણી: અંતિમ ચર્ચા માટે રોમની-ઓબામા તૈયાર

ત્રીજી ચર્ચામાં બંને દેશો વચ્ચેની વિદેશ નીતિ પર ચર્ચા થઇ શકે છે. પ્રથમ ચર્ચામાં આઉટસોર્સિંગ પણ એક મુદ્દો હતો. પ્રથમ ચર્ચામાં રોમનીએ અમેરિકાના મધ્યમ વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાના મુદ્દે જોર આપ્યું હતું. પરંતુ આ ચર્ચા પછી આવેલા સર્વેક્ષણોમાં સાબિત થયું છે કે ગત અઢી વર્ષો દરમિયાન અમેરિકન અર્થવ્યવસ્થા સુદ્રઢ થઇ છે અને રોજગારી પુરી પાડી છે. જ્યારે બીજી ચર્ચામાં રોમનીએ ઓબામાને લીબિયામાં થયેલા હુમલામાં અમેરિકાના રાજદૂતના અવસાનનો મુદ્દો ઉઠાવ્યો હતો.
સર્વેક્ષણોના અનુસાર બરાક ઓબામા અમેરિકન જનતા માટે વધારે વિશ્વનીય છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી 6 નવેમ્બરે યોજાશે. જ્યારે શપથ વિધી સમારોહ 21 જાન્યુઆરીએ યોજાશે.












Click it and Unblock the Notifications
