For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રેમ દિવાનાને મળી કંઇક આવી સજા, 300 લોકોએ કર્યો પથ્થરમારો

|
Google Oneindia Gujarati News

pakistan
ઇસ્લામાબાદ, 13 માર્ચઃ પાકિસ્તાનના અશાંત પશ્ચિમોત્તરના કુર્રમ કબાઇલી વિસ્તારમાં એક યુવતી સાથે ભાગવાનો પ્રયાસ કરી રહેલા એક વ્યક્તિને 'જિરગા' કબાઇલી પરિષદના આદેશ પર પથ્થરો મારી-મારીને મારી નાંખવામાં આવ્યો.

મીડિયાના અહેવાલઓ અનુસાર સરકારી કર્મચારી નૂરદુદ્દીન પર 300 લોકોથી વધારે લોકોએ ત્યાંસુધી પથ્થર ફેંક્યા જ્યાં સુધી તેણે દમ તોડ્યો નહીં. એક્સપ્રેસ ટ્રિબ્યુને જણાવ્યા પ્રમાણે આ ઘટના મંગળવારે કુર્રમ એજન્સીના મુખ્યાલય પારાચિનારમાં એક કબરગાહ નજીક ઘટી. નામ નહીં જણાવવાની શરતે રાજનીતિક પ્રશાસનના અધિકારી અને ત્રણ કબાઇલીએ આ ઘટનાની પૃષ્ટિ કરી.

પંજાબના મિયાંવાલી જિલ્લામાં રહેતા નૂરુદ્દીનના પારાચિનારમાં કામ કરતા એક સ્થાનિક યુવતી સાથે પ્રેમ થઇ ગયો. બાદમાં તેની બદલી પાકિસ્તાન અધિકૃત કાશ્મિરમાં થઇ ગઇ પરંતુ તેમનો સંબંધ યથાવત રહ્યો. સોમવારે સાંજે નૂરુદ્દીન પારાચિનાર યુવતીને ભગાડી જવા માટે આવ્યો પરંતુ યુવતીના પરિવારજનોએ તેને પકડીને એક રૂમમાં બંધ કરી દીધો. તેની કિસ્મત પર નિર્ણય કરવા માટે જિરગાની બેઠક બોલાવવામાં આવી.

સૂત્રો સમાચારોને જણાવ્યું કે જિરગાએ કબાઇલી સંહિતા નૂરુદ્દીન અને યુવતી બન્નેને મોતની સજા સંભળાવવામાં આવી. સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે યુવતી અંગે કંઇ જાણવા મળ્યું નથી.

English summary
Lover killed by stone pelting in pakistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X