For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

18 કરોડમાં વેચાયો પટિયાલાના મહારાજાનો ડિનર સેટ

|
Google Oneindia Gujarati News

લંડન, 6 જુલાઇ : પટિયાલાના પૂર્વ મહારાજાએ બનાવડાવેલો ચાંદીનો ડિનર સેટ ત્રણ મિલિયન ડોલર એટેલે કે અંદાજે 18 કરોડ રૂપિયામાં નીલામ થયો છે. લંડનના જાણીતા ઓક્સન હાઉસ ક્રિસ્ટીસ દ્વારા આ ડિનર સેટની હરાજી યોજવામાં આવી હતી. આ હરાજીમાં એક અજાણ્યા સંગ્રહ કર્તાએ આ ડિનર સેટ ખરીદ્યો હતો. પટિયાલા મહારાજાઓ બનાવડાવેલા ડિનર સેટમાં ચાંદીના 1400 વાસણો છે. જેનું કુલ વજન 500 કિલોગ્રામ થાય છે.

1

1

પટિયાલાના મહારાજા ભૂપિન્દર સિંહ

2

2

પટિયાલાના પૂર્વ મહારાજાએ બનાવડાવેલો ચાંદીનો ડિનર સેટ

3

3

આ ચાંદીનો ડિનર સેટ ત્રણ મિલિયન ડોલર એટેલે કે અંદાજે 18 કરોડ રૂપિયામાં નીલામ થયો

4

4

હરાજીમાં એક અજાણ્યા સંગ્રહકર્તાએ આ ડિનર સેટ ખરીદ્યો

5

5

પટિયાલા મહારાજાઓ બનાવડાવેલા ડિનર સેટમાં ચાંદીના 1400 વાસણો છે. જેનું કુલ વજન 500 કિલોગ્રામ થાય છે

6

6

પટિયાલાના ભૂતપૂર્વ મહારાજા ભૂપિંદર સિંહે વર્ષ 1922માં આ સેટ બનાવડાવ્યો હતો

7

7

મહારાજાએ આ સેટ તત્કાલિન પ્રિન્સ ઓફ વેલ્સની પટિયાલા મુલાકાત સમયે ખાસ બનાવડાવ્યો હતો. આ પ્રિન્સ વેલ્સ જ બાદમાં કિંગ એડવર્ડ આઠમા બન્યા હતા.

8

8

આ ડિનર સેટના દરેક વાસણ પર લાજવાબ કારીગરી કરવામાં આવી છે

9

9

કશીદાર કિનારીઓવાળા આ વાસણો પર પ્રાણીઓ અને વેલ પાંદડાની ઉત્તમ ચિત્રકારી કરવામાં આવી છે.

10

10

તેના પર રાજ ચિહ્ન, રાજ મુકુટ અને કૂળનું નામ પણ કોતરવામાં આવ્યા છે

11

11

વાસણોનો આ સેટ મહારાજાની બહુરંગી અને આલિશાન જીવનશૈલીની એક ઝલક આપે છે. પટિયાલાના આ મહારાજા ભારતના એવા પ્રથમ મહારાજા હતા જેમની પાસે વિમાન હતું.

12

12

આ મહારાજા કાર્સના પણ શોખીન હતા અને તેમના કાફિલામાં 20 રોલ્સ સૉયસ કાર્સ હતી. તેઓ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યા હતા.

પટિયાલાના ભૂતપૂર્વ મહારાજા ભૂપિંદર સિંહે વર્ષ 1922માં આ સેટ તત્કાલિન પ્રિન્સ ઓફ વેલ્સની પટિયાલા મુલાકાત સમયે બનાવડાવ્યો હતો. આ પ્રિન્સ વેલ્સ જ બાદમાં કિંગ એડવર્ડ આઠમા બન્યા હતા.

ક્રિસ્ટીએ જણાવ્યું કે આ ડિનર સેટને ક્રિસ્ટીની વિશેષ હરાજી અંતર્ગત વેચવામાં આવ્યો છે. આ ડિનર સેટના દરેક વાસણ પર લાજવાબ કારીગરી કરવામાં આવી છે. ઓક્શન હાઉસનું કહેવું છે કે "નકશીદાર કિનારીઓવાળા આ વાસણો પર પ્રાણીઓ અને વેલ પાંદડાની ઉત્તમ ચિત્રકારી કરવામાં આવી છે. તેના પર રાજ ચિહ્ન, રાજ મુકુટ અને કૂળનું નામ પણ કોતરવામાં આવ્યું છે."

વાસણોનો આ સેટ મહારાજાની બહુરંગી અને આલિશાન જીવનશૈલીની એક ઝલક આપે છે. પટિયાલાના આ મહારાજા ભારતના એવા પ્રથમ મહારાજા હતા જેમની પાસે વિમાન હતું. આ મહારાજા કાર્સના પણ શોખીન હતા અને તેમના કાફિલામાં 20 રોલ્સ સૉયસ કાર્સ હતી. તેઓ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યા હતા.

English summary
Maharaja of Patiala's dinner set sells for 18 crore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X