For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સારવાર અર્થે મલાલાને બ્રિટન સિફ્ટ કરાઇ

By Super
|
Google Oneindia Gujarati News

ઇસ્લામાબાદ, 15 ઑક્ટોબરઃતાલિબાનીઓ દ્વારા હુમલો કરાયેલી તરૂણી મલાલા યુસુફઝાઇને સોમવારે સારવાર અર્થે બ્રિટન મોકલવામાં આવી હોવાનું પાકિસ્તાની મિલેટ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે. 14 વર્ષીય મલાલાની દેખરેખ હાલ બંદૂકધારી એકમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, કાર્ડીઓલોજી ઇનસ્ટીટ્યૂટ દ્વારા જણાવવામાં આવ્યા બાદ આ તરૂણીને યુએઇ દ્વારા મોકલવામાં આવેલી એર એમ્બ્યુલેન્સ થકી બ્રિટન મોકલવામાં આવી છે. મલાલાની સારવારનું ધ્યાન રાખી રહેલા મિલેટ્રી ડોક્ટર્સ અને સિવિલ બોર્ડ દ્વારા લેવામાં આવેલા નિર્ણય પછી તેને બ્રિટન સિફ્ટ કરવામાં આવી છે.

નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે મલાલાને લાંબી સારવારની જરૂર છે અને તેને બ્રિટન સિફ્ટ કરવાનો નિર્ણય તેના માતા-પિતાની અનુમતિ લીધા બાદ કરવામાં આવ્યો છે. વિદેશમાં મલાલાની સારવાર પાછળ જે ખર્ચ થવાનો છે તે બધો ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે. જો કે, મલાલાની હાલ સ્થિતિ શું છે તે અંગેની માહિતી મિલેટ્રી દ્વારા આપવામાં આવી નથી.

English summary
Teenage rights activist Malala Yousufzai, shot in the head during an assassination attempt by the Taliban, was on Monday sent to Britain for treatment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X