મલેશિયા એરલાઇન્સનું વિમાન ક્રેશ, 239 મુસાફરોમાં 5 ભારતીય
કુઆલાલાંપુર, 8 માર્ચ: મલેશિયા એરલાયન્સનું એક મુસાફર વિમાન જેમાં 239 યાત્રીઓ અને 12 ક્રુ મેમ્બર હતા, અચાનક ગાયબ થઇ ગયા હતા . ફ્લાઇટ નંબર MH-370 નામનું આ વિમાન કુઆલાલાંપુરથી બીજિંગ જઇ રહ્યું હતું. તાજેતરમાં મળતી માહિતી અનુસાર આ વિમાન વિયતનામ સમુદ્રની નજીક ક્રેશ થઇ ગયું છે. આ વિમાનમાં 5 ભારતીય મુસાફરો હોવાનું જાણવ મળ્યું છે. મલેશિયા એરલાયન્સે આ અંગે એક હેલ્પનંબર જાહેર કર્યો છે જે નંબર છે: +603 7884 1234+603 7884 1234.
આ પહેલાં ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆએ માહિતી આપી હતી કે મલેશિયા એરલાયન્સના અનુસાર મલેશિયા એર ટ્રાફિક સાથે તેમનો સંપર્ક સવરે 2:41 વાગે તૂટી ગયો હતો. વિમાન કુઆલાલાંપુરથી ગત રાત્રે 12:21 વાગે બીજિંગ માટે રવાના થયું હતું અને તેને ચીનમાં સવારે 6:30 વાગે પહોંચવાનું હતું, પરંતુ હજુ સુધી વિમાનનો કોઇ પત્તો લાગ્યો નથી. આ વિમાનમાં 13 દેશોના લોકો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. વિમાન શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

એરપોર્ટ ઓથોરિટી સાથે જોડાયેલ લગભગ 200 અધિકારી વિમાનને શોધવામાં લાગ્યા છે. મલેશિયા એરલાયન્સનું કહેવું છે કે અધિકારીઓએ શોધ અભિયાન શરૂ કરી દિધું છે. આ વિમાનમાં 7 કલાકનું ઇંધણ બચ્યું છે. વિમાનમાં મોટાભાગે ચીનના મુસાફરો સવાર હતા.












Click it and Unblock the Notifications
