For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૂગલ સામે યુએસમાં કેસ ફાઈલ, યુઝરની લોકેશન ટ્રેક કરવાનો આરોપ

એક વ્યક્તિએ સાન ફ્રાન્સિસકોની ફેડરલ કોર્ટમાં ગૂગલ સામે લોકેશન હિસ્ટ્રી સેટિંગ બંધ હોવા છતા લોકેશન ટ્રેક કરીને લોકોની પ્રાઈવસીના ઉલ્લંઘન માટે કેસ ફાઈલ કર્યો છે.

|
Google Oneindia Gujarati News

હાલમાં જ ખુલાસો થયો હતો કે ગૂગલ સ્માર્ટફોન પર લોકેશન બંધ હોવા છતાં લોકોની લોકેશન હિસ્ટ્રીને ટ્રેક કરે છે. એક વ્યક્તિએ સાન ફ્રાન્સિસકોની ફેડરલ કોર્ટમાં ગૂગલ સામે લોકેશન હિસ્ટ્રી સેટિંગ બંધ હોવા છતા લોકેશન ટ્રેક કરીને લોકોની પ્રાઈવસીના ઉલ્લંઘન માટે કેસ ફાઈલ કર્યો છે. કેલિફોર્નિયાના એક વ્યક્તિએ ગૂગલ પર પ્રાઈવસીના ઉલ્લંઘનનો આરોપ લગાવતા બધા અમેરિકી આઈફોન કે એન્ડ્રોઈડ સ્માર્ટફોન યુઝર્સનું પ્રતિનિધિત્વ કરવા માટે ક્લાસ-એક્શનના સ્ટેટસની માંગ કરી છે.

ગૂગલ સામે કેસ ફાઈલ

ગૂગલ સામે કેસ ફાઈલ

વ્યક્તિ દ્વારા કેસમાં કહેવામાં આવ્યુ છે કે ગૂગલ પોતાના ઓપરેટિંગ સિસ્ટમ અને એપ્સમાં બતાવે છે કે કેટલાક સેટિંગ્સ દ્વારા યુઝર પોતાના ટ્રેકિંગને બંધ કરી શકે છે. કેસમાં ગૂગલના આ દાવાને ખોટો ગણાવવામાં આવ્યો છે. ગયા સપ્તાહે યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરવામાં આવેલા ખુલાસાનો હવાલો આપીને કેસમાં ગૂગલ પર પ્રાઈવસીનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ પત્ની અને પુત્રીઓની હત્યા કરીને પોતે પણ પંખાથી લટકી કરી આત્મહત્યાઆ પણ વાંચોઃ પત્ની અને પુત્રીઓની હત્યા કરીને પોતે પણ પંખાથી લટકી કરી આત્મહત્યા

ગૂગલનો નથી આવ્યો કોઈ જવાબ

ગૂગલનો નથી આવ્યો કોઈ જવાબ

આ કેસ પર ગૂગલ તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યુ નથી. થોડા દિવસો પહેલા જ ન્યૂઝ એજન્સી એસોસિએટ પ્રેસે ખુલાસો કર્યો હતો કે ગૂગલ લોકેશન હિસ્ટ્રી બંધ થવા છતાં સ્માર્ટફોન યુઝર્સની લોકેશન હિસ્ટ્રી ટ્રેક કરે છે. અમેરિકાની પ્રિંસટન યુનિવર્સિટીની રિસર્ચ ટીમે એપીને જણાવ્યુ કે જ્યારે યુઝર ગૂગલ મેપને ઓપન કરે છે તો તેની લોકોશન જાતે જ લઈ લેવામાં આવે છે. પછી તેના આધારે તમારા એન્ડ્રોઈડ પર હવામાનની જાણકારી પણ અપડેટ થઈ જાય છે.

સપોર્ટ પેજમાં કર્યો બદલાવ

સપોર્ટ પેજમાં કર્યો બદલાવ

આ ખુલાસા બાદ ગૂગલે પોતાના સપોર્ટ પેજમાં ફેરફાર કરી દીધો હતો. પેજ પર નવા ફેરફાર સાથે હવે યુઝર્સને જાણકારી આપવામાં આવી છે કે લોકેશન હિસ્ટ્રી બંધ થવાથી લોકેશન સર્વિસ પર આની કોઈ અસર નહિ થાય. મેપ્સ કે સર્ચમાં પણ યુઝરનો લોકેશન ડેટા ટ્રેક કરવામાં આવી શકે છે.

આ પણ વાંચોઃ ઈન્ડિયા ટુડે-કાર્વી સર્વેઃ જો મહાગઠબંધન થયુ તો ભાજપની મુશ્કેલીઓ વધશેઆ પણ વાંચોઃ ઈન્ડિયા ટુડે-કાર્વી સર્વેઃ જો મહાગઠબંધન થયુ તો ભાજપની મુશ્કેલીઓ વધશે

English summary
Man Filed Lawsuit Against Google For Invading Privacy By Tracking Location Data Of Smartphone Users.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X