મંડેલા કિંગ ઓફ હ્યુમન ઇક્વાલિટીથી સન્માનિત

સમાચાર એજન્સી ઇએફઇના જણાવ્યા અનુસાર મેક્સિકો સ્થિત સંસ્થા ડબલ્યુબીસીએ પોતાની 50મી જન્મતિથિના અવસરે યુવાવસ્થામાં બોક્સિનના શોખીન રહી ચૂકેલા મંડેલાને આ સન્માન આપ્યું છે. ડબલ્યુબીસીના અધ્યક્ષ જોસ સુલેમાને આ પ્રસંગે જણાવ્યું કે તેમને સન્માનિત કરવા માટે કરાવવામાં આવેલા મતદાનમાં તેમના માટે નિર્વિવાદ સહમતિ બની હતી.
ડબલ્યુબીસીએ મંડેલાને રંગભેદની નીતિની વિરુદ્ધ તેમના સંઘર્ષ દરમિયાન તેમને થયેલી કેદની સજાનો ઉલ્લેખ કરવાની સાથે રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળમાં તેમણે કરેલા કાર્યોની પ્રસંશા કરી હતી. આ દરમિયાન તેમણે સમાનતાના અધિકારને ધ્યાનમાં રાખીને શાસન કર્યું હતું અને તેમને 27 વર્ષ સુધી કેદમાં રાખનારા લોકો સામે પણ કાર્યવાહી કરવા અંગે વિચાર કર્યો ન હતો.
આ પહેલા ડબલ્યુબીસીએ ડિસેમ્બર, 2012માં સંમેલનમાં બોક્સર મહોમ્મદ અલીને કિંગ ઓફ બોક્સિંગનું સન્માન આપ્યું હતું.












Click it and Unblock the Notifications
