95ના થયા નેલ્સન મંડેલા, ઓબામાએ પાઠવી શુભેચ્છા

ઓબામાએ એક નિવદેનમા કહ્યું કે, પોતાના પરિવાર અને અમેરિકનની જનતા તરફથી મિશેલ તથા હું નેલ્સન મંડેલાને તેમના 95માં જન્મદિવસની શુભેચ્છા પાઠવીએ છીએ અને તેઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરીએ છીએ. અમેરિકન રાષ્ટ્રપતિએ પાંચમા નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ પર દક્ષિણ આફ્રિકા સરકાર અને જનતાને શુભેચ્છા આપી છે.
રંગભેદ વિરુદ્ધ સંઘર્ષ કરનાર આ દિગ્ગજ નેતાના સન્માનમાં અમેરિકાએ વર્ષ 2009માં તેમના જન્મ દિવસને મંડેલા દિવસ ઘોષિત કર્યો હતો.
ઓબામાએ કહ્યું કે, તેમના ઉદાહરણને જોઇને આપણે તે વ્યક્તિને સન્માન આપી શકીએ છીએ. જેમણે પોતાના લોકો અને વિશ્વને ન્યાય, સમાનતા અને સ્વતંત્રતાનો માર્ગ બતાવ્યો. અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે, સમાનતા, સુલેહ, સમહતિ અને માનવ મર્યાદા માટે મંડેલાની અક્ષુણ્ણ પ્રતિબદ્ધતા પ્રત્યેક ભાવી પેઢી માટે અનુકરણીય રહેશે.












Click it and Unblock the Notifications
