For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'મંગળ પર ક્યારેક ધબકારા લેતું હતું જીવન'

By Super
|
Google Oneindia Gujarati News

mars
વોશિંગ્ટન, 13 માર્ચઃ અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાનું કહેવું છે કે ક્યુરોસિટી રોવર દ્વારા મંગળની ધરતી પરના ચટ્ટાનોમાંથી એક્ત્ર કરેલા નમૂનાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જેમાંથી એવા સંકેત મળ્યા છે કે પૂર્વકાળમાં મંગળ પર સૂક્ષ્મજીવોનું અસ્તિત્વ રહ્યું હશે.

નાસાએ મંગળ અન્વેષણ કાર્યક્રમના પ્રમુખ વૈજ્ઞાનિક માઇકલ મેયરે ગતકાલે પત્રકારોને કહ્યું છે કે આ અભિયાન માટે એક મુખ્ય પ્રશ્ન એ હતો કે શું મંગળ પર ક્યારેય જીવન અનુકુળ વાતાવરણ હતું? અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, તેનો જવાબ છે, હાં. ક્યુરોસિટી રોવરે ગયા મહિને મંગળ પર ગેલ ક્રેટરમાં વહેતી જૂની ધારાઓ પાસેની એક ચટ્ટાનમાં છેદ કરીને જે ચૂર્ણ નિકળ્યું હતું તેમાં વૈજ્ઞાનિકોને સલ્ફર, નાઇટ્રોજન, હાઇડ્રોજન, ઓક્સિજન, ફોસ્ફોરસ અને કાર્બનની ઓળખ કરી છે. આ કેટલાક એવા રાસયણિક તત્વો છે જે જીવન માટે ઘણા જરૂરી છે.

મેરીલેન્ડ સ્થિત નાસાના ગોડડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટરના પ્રમુખ તપાસકર્તા પોલ મહાફીએ કહ્યું કે આ નમૂનાઓથી રાસાયણિક તત્વોની જે શ્રેણી અમને મળી છે, તે ખરેખર પ્રભાવશાળી છે. તેનાથી સલ્ફેટ અને સલ્ફાઇડ વગેરેના સંકેત પણ મળે છે, જે સૂક્ષ્મજીવો માટે રાસાયણિક ઉર્જાના સંભવ સ્ત્રોત છે.

ક્યુરોસિટી નામના છ પૈડાવાળું રોબોટ સાત વૈજ્ઞાનિક ઉપકરણોથી સજ્જ છે. તે એક એવું પહેલું આધુનિક વાહન છે, જેને કોઇ અન્ય ગ્રહમાં મોકલવામાં આવ્યું છે.

English summary
An analysis of a rock sample collected by NASA's Curiosity rover shows ancient Mars could have supported living microbes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X