For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈમરાન ખાનના સમર્થનમાં રસ્તા પર ઉતર્યો જનસૈલાબ, સેના સામે લગાવ્યા નારા - ચોકીદાર ચોર છે

પાકિસ્તાનમાં ઈમરાન ખાનના સત્તામાંથી બહાર થયા બાદ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ઈમરાન ખાનના સત્તામાંથી બહાર થયા બાદ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. ઈમરાન ખાનની પાર્ટી તહરીફ એ ઈંસાફે ઘણા શહેરોમાં વિશાળ રેલીઓ કાઢી, લોકો આ દરમિયાન ઈમરાન ખાનના સમર્થનમાં નારા લગાવી રહ્યા હતા અને આર્મી સામે પ્રદર્શન કરી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે ઈમરાન ખાન રવિવારે મોડી રાતે અવિશ્વાસ પ્રસ્તાવમાં નિષ્ફળ થઈ ગયા ત્યારબાદ ઈમરાન ખાનને પ્રધાનમંત્રી પદેથી રાજીનામુ આપવુ પડ્યુ. ઈમરાન ખાનના પ્રધાનમંત્રીની ખુરશી હટ્યા બાદ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. ભારે સંખ્યામાં પાકિસ્તાનના રસ્તા પર પ્રદર્શન કરવા ઉતરેલા લોકોએ સેના સામે નારેબાજી કરીને ચોકીદાર ચોર હેના નારા લગાવ્યા.

pakistan

ઈમરાન ખાનના સમર્થનમાં ઘણા શહેરોમાં રેલીઓ કાઢવામાં આવી, જેમાં ઈસ્લામાબાદ, કરાંચી, પેશાવર, લાહોર શામેલ છે. આ પહેલા ઈમરાન ખાને સ્વતંત્રતા આંદોલનની શરુઆતનુ એલાન કર્યુ હતુ. તેમણે આ આંદોલન વિદેશી તાકાતથી સત્તા પરિવર્તન સામે સંઘર્ષ શરુ કર્યો છે. તેમણે કહ્યુ કે દેશની જનતા પોતાના લોકતંત્ર અને સંપ્રભુતાની રક્ષા કરે છે નહિ કે વિદેશી લોકોનો ઉપયોગ કરીને દેશ ચલાવે છે. ઈમરાન ખાને કહ્યુ કે પાકિસ્તાન 1947માં આઝાદ થયુ પરંતુ આઝાદીનો સંઘર્ષ આજથી શરુ થશે. વિદેશી તાકાતના પ્રભાવથી આઝાદી. ઈમરાન ખાને ટ્વિટ કરીને લખ્યુ કે દેશના લોકતંત્ર અને સંપ્રભુતાની રક્ષા જનતા કરશે.

કરાંચીમાં મોટી સંખ્યામાં લોકો ઈમરાન ખાનના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવ્યા. જ્યારે ઈસ્લામાબાદમાં ઝીરો પોઈન્ટથી પીટીઆઈ સમર્થક એકઠા થવાનુ શરુ થયા અને તેમણે પાકિસ્તાનનો ઝંડો લહેરાવીને ઈમરાન ખાનના સમર્થનમાં નારેબાજી કરી. શ્રીનગર હાઈવે પર ટ્રાફિક આના કારણે ઘણો બાધિત રહ્યો. પીટીઆઈ પ્રવકતા ફવાદ ચૌધરીએ કહ્યુ કે જો ઈમરાન ખાન આ પ્રદર્શનનુ નેતૃત્વ નહિ કરે તો એ દેશ અને બંધારણ સાથે છેતરપિંડી હશે. વળી, ઈમરાન ખાને કહ્યુ કે તેમણે ક્યારેય આટલી મોટી સંખ્યામાં પોતાની જાતે લોકોને દેશના ઈતિહાસમાં આવતા ક્યારેય નથી જોયા. લોકો વિદેશી તાકાતથી બનેલી સરકાર સામે રસ્તા પર ઉતર્યા છે.

English summary
Massive protest in Pakistan on Imran Khan ouster raises slogan - chaukidar chor hai
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X