For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંયુક્ત રાષ્ટ્ર સુધી પહોંચ્યો રાહુલ ગાંધીને સજાનો મામલો, એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તાએ કહી મોટી વાત

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને 'મોદી અટક' સાથે સંકળાયેલા ફોજદારી માનહાનિના કેસમાં સુરતની કોર્ટે દોષિત ઠેરવવામાં આવ્યા છે અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારી છે. રાહુલ ગાંધીએ આ ટિપ્પણી 2019માં કરી હતી. જોકે બાદમાં રાહુલ ગાંધીને કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. પરંતુ હવે આ મામલો ગરમાયો છે. આ મામલો સંયુક્ત રાષ્ટ્ર સુધી પહોંચ્યો છે. આ મામલામાં સંયુક્ત રાષ્ટ્રના ચીફ એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તા ફરહાન હકનું પણ નિવેદન આવ્યું છે.

યુએનના પ્રવક્તાએ શું કહ્યું?

યુએનના પ્રવક્તાએ શું કહ્યું?

સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય પ્રવક્તાએ કહ્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની બે વર્ષની જેલની સજાના અહેવાલોથી વાકેફ છે અને તેમની પાર્ટી આ નિર્ણય સામે અપીલ કરી રહી છે. પ્રેસ બ્રીફિંગમાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં ફરહાન હકે કહ્યું, 'હું કહી શકું છું કે અમે રાહુલ ગાંધીના કેસથી વાકેફ છીએ. અમે સમજીએ છીએ કે તેમનો પક્ષ ચુકાદા સામે અપીલ કરવાની યોજના ધરાવે છે. આ તબક્કે હું એટલું જ કહી શકું છું. યુએન સેક્રેટરી-જનરલના ડેપ્યુટી પ્રવક્તા ફરહાન હકને પૂછવામાં આવ્યું કે શું એન્ટોનિયો ગુટેરેસ ભારતમાં લોકશાહીને લઈને ચિંતિત છે.

ભાજપના નેતાએ કેસ દાખલ કર્યો હતો

ભાજપના નેતાએ કેસ દાખલ કર્યો હતો

2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન, કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ નીરવ મોદી અને અન્ય લોકોનું નામ લીધું અને કહ્યું કે, બધા ચોરોની અટક મોદી કેવી રીતે છે? જેને લઈને ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે રાહુલે તેમની ટિપ્પણી દ્વારા મોદી સમાજનુ અપમાન કર્યું છે.

રાહુલ ગાંધી પાસે 30 દિવસનો સમય

રાહુલ ગાંધી પાસે 30 દિવસનો સમય

ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએચ વર્માની કોર્ટે પીએમ મોદી પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધીને બે વર્ષની જેલની સજા ફટકારી છે અને 15,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આ સાથે તેમને નિર્ણય સામે અપીલ દાખલ કરવા માટે 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે. ચુકાદો આપતી વખતે કોર્ટે કહ્યું કે આરોપી સંસદસભ્ય છે, જે સમાજના એક મોટા વર્ગને પ્રભાવિત કરે છે. તેથી જ ગુનાની અસર ખૂબ વ્યાપક છે. આવી સ્થિતિમાં આરોપીઓને ઓછી સજા આપવાથી ખરાબ ઉદાહરણ બેસાડી શકે છે, જે સમાજમાં નકારાત્મક સંદેશ જશે.

English summary
Matter of Rahul Gandhi's Jail Sentenced reached the United Nations
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X