મેક્સિકોમાં આવ્યો 7.1 તીવ્રતાનો ભૂકંપ, 248 લોકોની મોત

Posted By:
Subscribe to Oneindia News

મૈક્સિકોની રાજધાની મૈક્સિકો શહેરમાં મંગળવારે 7.1 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂકંપના કારણે મોટી સંખ્યામાં ઇમારતોને નુક્શાન થયું હતું. અને આજ કારણે મૃત્યુઆંક પણ વધ્યો હતો. અનેક ઇમારતો આ ભૂકંપના કારણે જમીનધ્વસ્ત થઇ ગઇ હતી જેમાં કારણે 248 લોકોની આ ભૂકંપમાં મોત થઇ ગઇ છે. સાથે જ આ નંબર વધે તેવી સંભાવના છે. આ ભૂકંપે મૈક્સિકોના લોકોને 20 વર્ષ પહેલા આવેલા વિનાશકારી ભૂકંપની યાદો તાજા કરાવી હતી. નોંધનીય છે કે આ ભૂકંપની કેન્દ્ર પુએબ્લા રાજ્યમાં હોવાનું મનાઇ રહ્યું છે સ્કેલ મુજબ આ ભૂકંપ 6.8 રેક્ટર સ્કેલનો માનવામાં આવી રહ્યો છે.

earthquake

ત્યાં જ અમેરિકાના ભૂવૈજ્ઞાનિકો આ ભૂકંપની તીવ્રતાને 7.1 રેક્ટર સ્કેલ જણાવી રહ્યા છે. નોંધનીય છે કે મોક્સિકો શહેરની વસ્તી 2 કરોડ જેટલી છે. અને 32 વર્ષ પહેલા આ શહેરમાં જ્યારે વિનાશકારી ભૂકંપ આવ્યો હતો ત્યારે 10,000 થી વધુ લોકોની મોત થઇ હતી. ત્યારે મંગળવારે થયેલા ભૂકંપે પણ અહીં મોટી તરાજી સર્જી છે. અને માનવામાં આવી રહ્યું છે કે તેના કારણે મોટી સંખ્યામાં જાન માલનું નુક્શાન થયું છે.

English summary
Mexico : earthquake hits mexico city, at least 149 people have died. Read more news on this story here.
Please Wait while comments are loading...