સાઉદી અરબમાં કરોડપતિ ભિખારીની ધરપકડ!

મદીના પોલીસના પ્રવક્તા ફહદ અલ-ગાનમે જણાવ્યું કે શંકાસ્પદ પરિસ્થિતિઓમાં ભીખ માંગનાર એ વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સાઉદી અરબમાં ભીખ માંગવા પર સખત પ્રતિબંધ છે.
પોલીસે જણાવ્યું કે શંકાસ્પદ લક્ઝુરીઅસ એપાર્ટમેન્ટમાં રહેતો હતો અને બીજા શહેરોમાં ગયા બાદ પોતાની કારનો ઉપયોગ કરતો હતો. રિપોર્ટ અનુસાર, તપાસમાં ખુલાસો થયો છે કે ભીખ માંગવામાં તેની પત્ની અને ત્રણ બાળકો તેની મદદ કરતા હતા. પરિવારના તમામ સભ્યો સાઉદી અરબમાં ગેરકાનૂની રીતે વસવાટ કરતા હતા.
ગાનમે જણાવ્યું કે કરોડપતિ ભિખારી એક ખાડી દેશથી રોકાણ લાયસન્સ પ્રાપ્ત કરવામાં સફળ રહ્યો. આની વચ્ચે, પોલીસે શંકાસ્પદ ભિખારીની તમામ હિલચાલ પર નજર રાખી જેમાં ચોંકાવનારો ખુલાસો એ આવ્યો કે તે ભિખારી પણ નથી અને સાઉદી અરબનો પણ નથી.












Click it and Unblock the Notifications
