અમેરિકામાં મોદીના કાર્યક્રમને હોસ્ટ કરશે 'મિસ અમેરિકા'

વોશિંગ્ટન, 12 સપ્ટેમ્બર: અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતમાં 28 સપ્ટેમ્બરના રોજ આયોજિત થનારા ભવ્ય સમારંભનું હોસ્ટિંગ મિસ અમેરિકા નીના દાવુલુરી કરશે આ સમારંભ ભારતીય મૂળના અમેરિકનો દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યો છે. મોદી આ મહીનાના અંતમાં અમેરિકાની યાત્રા પર રવાના થશે.

મેડિસન સ્ક્વેયર ગાર્ડનમાં આયોજિત થનારા આ સમારંભમાં વીસ હજારથી પણ વધારે ભારતીય અમેરિકનો હાજર રહેશે તેવી આશા વ્યક્ત કરાઇ રહી છે. અમેરિકામાં કોઇ રાષ્ટ્રાધ્યક્ષના સ્વાગતમાં આયોજિત કરાતું આ અત્યાર સુધીનું સૌથી મોટું રિસેપ્શન કહેવામાં આવી રહ્યું છે.

ઇન્ડિયન અમેરિકન કમ્યુનિટી ફાઉંડેશન (આઇએસીએફ)ના પ્રવક્તા આનંદ શાહે જણાવ્યું, કે 'દુનિયાના સૌથી મહાન લોકતંત્રના નાગરિક સૌથી મોટા લોકતંત્રના નેતાના ભાષણને સાંભળવા માટે ઉત્સુક છે.'

કોણ છે નીના દાવુલુરી જુઓ તસવીરોમાં...

કોણ છે નીના દાવુલુરી

કોણ છે નીના દાવુલુરી

ભારતીય મૂળની પહેલી મહિલા છે. તે તેના પિતાની જેમ ડોક્ટર બનવા માગે છે.

મિસ અમેરિકા

મિસ અમેરિકા

25 વર્ષીય નીના વર્ષ 2014માં મિસ અમેરિકાનો ખિતાબ જીતનાર ભારતીય મૂળની પહેલી મહિલા છે.

મિસ ન્યૂયોર્ક

મિસ ન્યૂયોર્ક

તે આની પહેલા મિસ ન્યૂયોર્કનો ખિતાબ પણ જીતી ચૂકી છે.

ડોક્ટર બનવા માંગે

ડોક્ટર બનવા માંગે

નીના દાવુનીરી પોતાના પિતાની જેમ ડોક્ટર બનવા માંગે છે.

ન્યૂઝ એંકર પણ છે

ન્યૂઝ એંકર પણ છે

તે અમેરિકાની જાણીતી ન્યૂઝ એંકર પણ છે. નીનાની જીતને ભારતીય અમેરિકનો માટે કંઇક એવી રીતે બતાવવામાં આવી હતી જેમ યહુદી સમુદાય માટે બેઝ મેરસનની જીત હતી. મેરસન વર્ષ 1945માં મિસ અમેરિકાનો ખિતાબ જીતનારી યહુદી સમુદાયની પહેલી મહિલા હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X