For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીલંકન સંસદમાં મોદીનું ભાષણ કહ્યું બન્ને દેશો માટે આ શ્રેષ્ઠ અવસર

|
Google Oneindia Gujarati News

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ત્રિ-દિવસીય વિદેશ પ્રવાસ અંતર્ગત શુક્રવારે શ્રીલંકા પહોંચ્યા. નરેન્દ્ર મોદીની બે દિવસીય યાત્રા મુજબ આજે સવારે હવાઇમથક પર શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંધે તેમનું સ્વાગત કર્યું. જ્યાર બાદ મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રિપાલા સિરિસેનાની હાજરીમાં કસ્ટમ ડ્યૂટી જેવા મહત્વપૂર્ણ 4 મુદ્દાઓ પર કરાર કર્યા.

narendra modi

મોદીએ શ્રીલંકાની સંસદમાં ભાષણ આપતા કહ્યુ્ં કે બન્ને દેશો માટે આ શ્રેષ્ઠ અવસર છે. તે ઇચ્છે છે કે બન્ને દેશો મળી આંતકવાદ સામે લડે. માછીમારોના પ્રશ્નો પર બોલતા મોદી કહ્યું કે માનવીય અભિગમના આધારે આ પ્રશ્નનું નિરાકરણ આવે તો સારું રહે. નોંધનીય છે કે મોદીના ભાષણ માટે શ્રીલંકાની સંસદે ખાસ સત્ર બોલાવ્યું હતું.

ખૂબ જ મહત્વપૂર્ણ એવી મોદીની આ સફરમાં, મોદીએ શ્રીલંકાને વીઝા ઓન અરાઇવલની ભેટ આપી. સાથે જ કસ્ટમ ડ્યૂટીમાં પારસ્પરિક સહયોગ, યુવા વિકાસ અને શ્રીલંકા વિશ્વવિદ્યાલયમાં રવિન્દ્ર નાથ ટાગૌરના સંગ્રહાલયની સ્થાપના સંબંધે કરાર કર્યા.

તો બીજી તરફ શ્રીલંકાએ પણ આ પ્રસંગે 86 ભારતીય માછીમારોને છોડી મૂક્યા છે. નોંધનીય છે કે 28 વર્ષ બાદ ભારતીય વડાપ્રધાન શ્રીલંકા દ્વિપક્ષીય યાત્રા માટે ગયું છે.

English summary
India and Sri Lanka on Friday inked four agreements, including on cooperation in customs, as Prime Minister Narendra Modi held talks with Sri Lankan President Maithripala Sirisena Colombo.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X