For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇરાકમાં ISISની પકડ વધી, 10 લાખ લોકોની હિજરત

|
Google Oneindia Gujarati News

બગદાદ, 22 જૂનઃ ઇરાકમાં છેડાયેલી હિંસા હવે વધુ ભયાનક બની ગઇ છે. આઇએસઆઇએસના આતંકીઓનો કબજો ઇરાક પર વધી રહ્યો છે. આ વચ્ચે હિંસાથી પ્રભાવિત વિસ્તારોમાં જરૂરી સામાનોની ઉણપથી લોકો ગુસ્સે ભરાયા છે. કેટલાક વિસ્તારોમાં પેટ્રોલની ઘટ છે તો ક્યાંક દવાઓ મળવી મુશ્કેલ થઇ ગઇ છે. ધડાકા, ગોળીબાર અને બરબાદી ઇરાકના એક મોટા હિસ્સામાં હવે આ માહોલ છે.

iraq-terrorist
ઇરાકી સેના અને આઇએસઆઇએસના આતંકીઓ વચ્ચે સંઘર્ષ જારી છે અને હવે તેની સજા એ લોકોને ભોગવવી પડી રહી છે જે હાલ હિંસાની ઝપેટમાં આવ્યા નથી. સામાન્ય દવાઓ માટે પણ લોકોને ભારે કિંમત ચૂકવવી પડી રહી છે. હિંસાના કારણે બગદાદ અને કિરકૂકની વચ્ચે વાહનવ્યવહાર ઠપ થઇ ગયો છે. જેથી કિરકૂકમાં જરૂરી સામાન પહોંચાડવામાં સમસ્યાઓ ઉદ્ભવી રહી છે. લોકોનો ગુસ્સો વધી રહ્યો છે, અંદાજે 10 લાખ લોકોએ દેશ છોડી દીધો હોવાની પણ માહિતી મળી રહી છે.

બીજી તરફ ઉત્તરીય કૂર્દ વિસ્તારમાં પેટ્રોલની અછત સર્જાઇ છે, જેથી લોકો ગુસ્સે ભરાયા છે. હિંસાના કારણે આ વિસ્તારોમાં પેટ્રોલની સપ્લાય પર ઘણી અસર પહોંચી છે. કટેલાક પેટ્રોલ પંપ બંધ થઇ ચૂક્યા છે અને જે ખૂલ્લા છે ત્યાં વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે. બીજા દેશોને પેટ્રોલ નિકાસ કરતા ઇરાકમાં આ સ્થિતિ ખરેખર ચોંકાવનારી છે. અહીં પેટ્રોલની કાળાબજારી થવા લાગી છે.

આઇએસઆઇએસના આતંકીઓ સામે બાથ ભીડી રહેલી ઇરાકી સરકારની સામે જરૂરી વસ્તોઓની ઉણપ હવે એક નવી સમસ્યા બનીને ઉભરી રહી છે. આ વચ્ચે આઇએસઆઇએસ આતંકીઓ સતત પોતાની પકડ મજબૂત બનાવી રહ્યાં છે. આતંકીએ સીરિયન સીમાં પર મોજૂદ એક ક્રોસિંગ પર કબજો જમાવી લીધો છે. આ સંઘર્ષ દરમિયાન આતંકીઓએ 30 ઇરાકી સૈનિકોની હત્યા કરી દીધી છે.

English summary
More than 1 million Iraqis have been forced from their homes by conflict this year, the U.N. refugee agency said Friday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X